રાજકોટ શહેરના રિઅલ એસ્ટેટ જગતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચાસ્પદ બનેલા મ્યુનિસિપલ જમીનના સોદામાં તદ્દન નવો ચકચારી વળાંક આવ્યો છે નાના મવા ચોકથી કોર્નરની જમીનની હરાજી રદ કરી .૧૮.૦૯ કરોડ જેવી માતબર રકમ જ કરવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી ત્રણ વર્ષ પૂર્વે નાનામવા ચોકના કોર્નરના સોનાની લગડી જેવા કરોડોની કિંમતના પ્લોટની ઓનલાઈન હરાજી કરી .૧૧૮ કરોડમાં વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ આ સોદો થયા બાદ ખરીદનાર નાઇન સ્કવેર એલએલપીના કર્તાહર્તા ગોપાલ ચુડાસમા દ્રારા મહાપાલિકાને રકમ ચૂકવવાપાત્ર રકમની ચુકવણી કરવામાં ઠાગાઠૈયા કર્યા હતા વારંવાર નોટિસની બજવણી કરવા છતાં તેમના મારફતે રકમની ચુકવણી કરવામાં આવતી ન હતી, તેમજ તત્રં વાહકોને યોગ્ય પ્રત્યુતર પણ આપવામાં આવતો ન હતો. ખરીદનાર તરફથી બહાનાબાજી કરવામાં આવતી હોવાનું જણાવતા તેમજ નોટિસના પ્રત્યુતર સમયસર નહીં અપાતા અને સમય મર્યાદામાં ચૂકવવા પાત્ર રકમ પણ નહીં ચૂકવતા અંતે કાયદાએ કાયદાનું કામ કયુ હતું અને ઓનલાઈન હરાજીમાં રાખવામાં આવેલી શરતો અને નિયમો અનુસાર તંત્રવાહકોએ હવે આગળની કાર્યવાહી શ કરી છે. હવે આવતીકાલે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શાસકો શું નિર્ણય કરે છે તેના ઉપર સૌની મીટ છે. અલબત્ત રાજકોટ શહેરની રિઅલ એસ્ટેટ માર્કેટના વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ જમીન મામલે મહાપાલિકા તત્રં ભલે કાંઈ પણ નિર્ણય કરે પરંતુ ખરીદનાર તરફથી આ મામલે નવો કાનૂની જગં છેડાઇ તો નવાઈ નથી.
મ્યુનિ કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટીને કરેલી દરખાસ્તમાં સોદા મામલે શું સૂચવ્યું છે?
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આ જમીનના સોદા અંગેની દરખાસ્ત માં શું સૂચવ્યું છે તે દરખાસ્ત નીચે મુજબ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ટી.પી. સ્કીમ નં.૩–નાનામવા, અંતિમ ખડં નં.૪પૈકી (વાણીય વેંચાણ) હેતુ પ્લોટની ફાળવણી રદ કરવા બાબત સંદર્ભ (૧)સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નં.૨૪, તા.૮–૪–૨૦૨૧, (૨) જનરલ બોર્ડ ઠરાવ નં.૧૦, તા.૧૯–૫–૨૦૨૧ અને (૩) ટી.પી.વેસ્ટજા.ફા.નં.૨૦૪૨૦૨૩–૨૪થી કરેલી દરખાસ્તમાં મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમ અંતર્ગત વાણિય વેંચાણ તથા રહેણાંક વેંચાણના હેતુ માટે અનામત રાખવામાં આવેલ અલગ–અલગ પ્લોટસ પ્રા થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં રાખવામાં આવેલ જોગવાઈની રકમનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સમયાંતરે આવા પ્લોટસની જાહેર હરરાજી કરીને આવકનો ક્રોત ઉભો કરવામાં આવે છે. ટી.પી.વેસ્ટ ઝોન ફા.નં.૧૬૫૨૦૨૦–૨૧ પર લેવાયેલ નિર્ણય અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ વખતે ઈ–ઓકશન કરીને જાહેર હરરાજી રાખવામાં આવેલ.તા.૨૨–૩–૨૦૨૧ થી તા.૨૫–૩–૨૦૨૧ સુધી રાખવામાં આવેલ આ હરરાજી માટે લગભગ તમામ સ્થાનિક ગુજરાતી વર્તમાનપત્રો તથા અમદાવાદથી પ્રસિદ્ધ થતાં બે અંગ્રેજી વર્તમાનપત્રો તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પણ બહોળ પ્રસિદ્ધિ કરીને અલગ–અલગ ટી.પી. સ્કીમના પ્લોટસનું સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક:યુડીએ–૧૧૮૯–૯૦૩ (ભાગ– ૨)–વ તા.૨–૨–૨૦૦૮નાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર અન્વયે ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીસ રેગ્યુલેશન એકટ–૨૦૦૨ મુજબ વેલ્યુએશન કરી, નિયત કરાયેલ લેન્ડ ડીસ્પોઝલ કમિટી દ્રારા મંજુર કરાયેલ ભાવ મુજબની અપસેટ પ્રાઈઝ રાખીને રીકવેસ્ટ ફોર પ્રોપોઝલ (આર.એફ.પી.) તૈયાર કરીને ઈ–ઓકશન કરવામાં આવેલ. જેમાં ટેન્ડરનાં નિયમાનુસાર ઈ.એમ.ડી.પેટેની રકમ .૧,૧૭,૯૭,૫૦૦ ભરપાઈ કરી બીડર મે.ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્રારા ઈ–ઓકશનમાં ભાગ લીધેલ. જે અન્વયે ટી.પી. સ્કીમ નં.૩–નાનામવા, અંતિમ ખડં નં.૪(વાણીય વેંચાણ હેતુ) નો પ્લોટ ચો.મી. ૯૪૩૮.૦૦ બીડર મે. ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્રારા રજુ થયેલ પ્રીમીયમની રકમ .૧,૨૫,૨૦૦ પ્રતિ ચો.મી. લેખે કુલ .૧૧૮,૧૬,૩૭,૬૦૦ (અંકે એકસો અઢાર કરોડ સોળ લાખ સાડત્રીસ હજાર છસ્સો પુરાની રકમ ઉકત સંદર્ભ ક્રમાંક–(૧) તથા (૨) ના ઠરાવથી ફાળવવાનું મંજુર કરવામાં આવેલ છે. (જીએસટીની રકમ સરકારશ્રીમાં ભરપાઈ કરવાની રહેશે તથા લીઝ તથા બેટરમેન્ટ લેવીની રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાની રહેશે.) ઉપરોકત વિગત અન્વયે આર.એફ.પી. મુજબ હરાજીની રકમ .૧૧૮,૧૬,૩૭,૬૦૦– ના ૧૦% મુજબ .૧૧,૮૧,૬૩,૭૬૦– (અગિયાર કરોડ એકયાંસી લાખ ત્રેસઠ હજાર સાતસો સાઇઠ પુરા), આર.એફ.પી. મુજબ ૧૦% રકમ ભરપાઈની જાણ કર્યાના દિન–૧૦ (દસ) બાદ બાકી રહેતી ૯૦% રકમ .૧૦૬,૩૪,૭૩,૮૪૦ (એકસો છ કરોડ ચોત્રીસ લાખ તોતેર હજાર આઠસો ચાલીસ પુરા) દિન–૩૦ની અંદર ભરપાઈ કરવા, જમીનનું વાર્ષિક લીઝ ભાડું કિંમત .૧ પ્રતિ ચો.મી. મુજબ, કરારખત કરતાં સમયે ભાડાપટ્ટે રાખનારે ૯૯ વર્ષનું એકીસાથે ૯૯ સ ૯૪૩૮.૦૦ .૯,૩૪,૩૬૨ (નવ લાખ ચોત્રીસ હજાર ત્રણસો બાસઠ પુરા). બેટરમેન્ટ લેવી કિંમત .૪.૧૩ પ્રતિ ચો.મી. મુજબ લેખે જમીન ચો.મી. ૯૪૩૮.૦૦ ૪.૧૩ .૩૮.૯૭૯ (આડત્રીસ હજાર નવસો ઓગણએંશી પુરા) ભરપાઈ કરવા બીડરને તા.૪–૬–૨૦૨૧નાં પત્રથી જાણ કરેલ. જે અન્વયે બીડર દ્રારા .૧૧,૮૧,૬૩,૭૬૦ તા.૨૧–૬–૨૦૨૧, લીઝ ભાડું .૯,૩૪,૩૬૨, તા.૨૧–૬–૨૦૨૧ તથા બેટરમેન્ટ લેવી .૩૮,૯૭૯, તા.૧૭–૬–૨૦૨૧ના રોજ ભરપાઈ કરેલ છે. તથા આર.એફ.પી. મુજબ ૧૦% રકમ ભરપાઈની જાણ કર્યાના દિન–૧૦ બાદ બાકી રહેતી ૯૦% રકમ .૧૦૬,૩૪,૭૩,૮૪૦ (એકસો છ કરોડ ચોત્રીસ લાખ તોતેર હજાર આઠસો ચાલીસ પુરા) પૈકી રકમ .૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ પુરા) તા.૦૩૧૧૨૦૨૧ નાં રોજ ભરપાઈ કરેલ. ત્યારબાદ બાકી રહેતી રકમ .૧૦૧,૩૪,૭૩,૮૪૦ (એકસો એક કરોડ ચોત્રીસ લાખ તોતેર હજાર આઠસો ચાલીસ પુરા) ભરપાઈ કરવા બીડરશ્રીને તા.૨૦–૧૦–૨૦૨૧ તથા તા.૨૧–૮–૨૦૨૩નાં પત્રથી જાણ કરવા છતાં બાકી રહેતી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય, તા.૧૭–૧–૨૦૨૪ નાં રોજ અંતિમ નોટીસ પાઠવી સદરહત્પં રકમ દિન–૭માં ભરપાઈ કરવા જણાવેલ. પરંતુ બીડર મે. ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્રારા સદરહત્પં બાકી રહેતી રકમ .૧૦૧,૩૪,૭૩,૮૪૦– (એકસો એક કરોડ ચોત્રીસ લાખ તોતેર હજાર આઠસો ચાલીસ પુરા) નિયત સમય મર્યાદામાં ભરપાઈ ન કરતા ટેન્ડરનાં એનેક્ષર–બી શરત નં.૭ મુજબ બીડર દ્રારા ભરપાઈ કરેલ તમામ રકમ .૧૬,૯૧,૩૭,૧૦૧ (અંકે પિયા સોળ કરોડ એકાણું લાખ સાડત્રીસ હજાર એકસો એક પુરા) તથા ઈ.એમ.ડી. પેટેની રકમ .૧,૧૭,૯૭,૫૦૦ મળી કુલ .૧૮,૦૯,૩૪,૬૦૧ (અંકે પિયા અઢાર કરોડ નવ લાખ ચોત્રીસ હજાર છસ્સો એક પુરા) રાજકોટ મહાનગરપાલિકાનાં હિતમાં જ કરી સંદર્ભ ક્રમાંક–(૧) તથા (૨) ના ઠરાવથી બીડર મે.ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર શ્રી ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમાને ફાળવેલ પ્લોટની હરરાજી રદ કરવા ટાઉન પ્લાનીંગ ઓફિસરનો અભિપ્રાય છે. ઉપરોકત સમગ્ર વિગતોએ સદરહત્પ પ્લોટની હરરાજી રદ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં રજુ કરી, જર ઠરાવ કરાવશો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech