સૌરાષ્ટ્ર્રની ૪૫૦૦ શાળાઓની ફી વધારા માટે દરખાસ્ત

  • February 06, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની ફી નિર્ધારણ સમિતિમાં છેલ્લા છ મહિનાથી ખાલી પડેલી જગ્યાના લીધે ફી નું માળખું નક્કી થતું નથી. ખાનગી શાળાઓમાં નિર્ધારિત કરવા માટે સરકાર દ્રારા એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં અલગ અલગ મુદ્દા પર જવાબદારી નિભાવી ચૂકેલા સભ્યોની વરણી કરવામાં આવે છે પરંતુ છેલ્લા છ મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ભરમાં આ કમિટીમાં ત્રણ સભ્યોની જગ્યા ખાલી છે શાળા સંચાલકોના પ્રતિનિધિ, એન્જિનિયર અને ચાર્ટડ એકાઉન્ટન્ટની ખાલી જગ્યા હોવાના લીધે આગળની કામગીરી અટકી પડી છે.


સૌરાષ્ટ્ર્રના જુદા જુદા ૧૧ જિલ્લાઓમાંથી ૫,૦૦૦ જેટલી શાળાઓની ફી નક્કી કરવા માટે દરખાસ્ત આવી છે પરંતુ યાં સુધી સભ્યો ની નિયુકિત ના થાય ત્યાં સુધી તેનો માળખું કઈ રીતે નક્કી કરવું આ ઉપરાંત કમિટીમાં સભ્યોની ગેરહાજરીના લીધે મીટીંગ પણ થતી ન હોવાથી આગળની કાર્યવાહી અટકી પડી છે.રાજકોટ ,જામનગર ,જુનાગઢ, પોરબંદર ગીર સોમનાથ ,મોરબી દ્રારકા સહિત કુલ ૫૧ જિલ્લાઓમાં ખાનગી શાળાઓની ફી નિર્ધારણની કામગીરી રાજકોટ ખાતેની ફિટને ધારણ કમિટી દ્રારા કરવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન રાજકોટ ઉપરાંત રાયના અનેક શહેરોમાં કમિટીના જે સભ્યોની મુદત પૂરી થઈ ગઈ છે તેવો કામગીરી માંથી મુકત થઈ ગયા છે પરંતુ છ મહિના સુધી હજુ આ જગ્યા પર સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી.
ફી નિર્ધારણ કમિટી સમક્ષ સોગંદનામાં મુજબ ફી નક્કી કરવા માટે ૪૫૦૦ અને સરકારી નિયમો અનુસાર ફી વસૂલ કરવા ઇચ્છતી ૫૦૦ જેટલી શાળાઓ દ્રારા ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ અત્યારે કમિટીમાંથી પાંચમાંથી ત્રણ સભ્યોની નિમણૂક બાકી છે. ચેરમેન સહિત માત્ર બે સભ્યો કમિટીમાં રહ્યા છે. આ નવા સભ્યોની નિમણૂક થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે તેવું જિલ્લા શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application