જામ્યુકોએ ટેકસ ન ભરનારા ૧૬ આસામીની મિલ્કત કરી જપ્ત

  • June 29, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮ર આસામીઓ પાસેથી સ્થળ પર રુા. ૭પર૦૦ કરી વસુલાત

જામનગર મહાનગરપાલિકા દ્વારા રીબેટ યોજના શરુ થાય એ પહેલા જ ફરીથી મિલ્કત વેરો અને પાણી વેરો ન ભરનાર આસામીઓ સામે કડક પગલા શરુ કરી દેવામાં આવ્યું છે, જેના ભાગરુપે બી.એન. મોદીની સૂચનાથી ટેકસ વિભાગના અધિકારી, કર્મચારી દ્વારા વેરો ન ભરનારા ૧૬ જેટલા આસામીઓ સામે કડક પગલા લઇને તેની મિલ્કત જપ્ત કરી છે. એટલું જ નહીં બે આસામીઓ પાસેથી રુા. ૭પર૦૦ ની વસુલાત કરી છે.
જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા દ્વારા તા. ૩૧-૩-૨૦૨૩ સુધીનો બાકી મિલ્કત વેરો ન ભરનાર મિલ્કતધારકોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિત બજવણી કરેલ હોય તેમજ વારંવાર રુબરુ જણાવવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર બાકીદારોની તા. ૨૮-૦૬-૨૦૨૩ ના રોજ કુલ-૧૬ મિલ્કતોને જપ્તીમાં લેવામાં આવેલ છે. તેમજ સ્થળ પર બે આસામીઓ પાસેથી રુા. ૭પર૦૦ ની વસુલાત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત રીકવરીની કામગીરી કમિશ્નરની સૂચના અનુસાર આસી. કમિશ્નર (ટેકસ) ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વોર્ડવાઇઝ રીકવરી ટીમો દ્વારા કરવામાં આવેલ.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં મિલ્કત વેરા બાકીદાર આસામીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલિક બાકી મિલ્કત વેરો ભરપાઇ કરવા મિલ્કત વેરા બાકીદાર આસામીઓને જાણ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application