રાજકોટ મહાનગરપાલિકાની મિલ્કતવેરા વળતર યોજના પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુપરહિટ નિવડી છે અને નિયમિત એડવાન્સ વેરો ભરપાઇ કરતા પ્રામાણિક કરદાતાઓએ યોજના શરૂ થયાથી આજ સુધીના ફક્ત 16 દિવસમાં રૂ.55.77 કરોડનો વેરો ચુકવી તંત્રની તિજોરી છલકાવી છે. ઓફલાઇનની તુલનાએ ઓનલાઇન ટેક્સ પેમેન્ટમાં એક ટકો વળતર વધુ મળતું હોય ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધ્યુ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ 2024-2025 અંતર્ગત મિલ્કતવેરો તથા પાણી વેરો એડવાન્સ ભરપાઇ કરનારને વળતર આપવાની યોજના હેઠળ ગત તા.8 એપ્રિલના રોજથી વેરો વસુલવાની કામગીરી શરૂ થઇ હતી જેમાં આજે તા.24ના બપોર સુધીની સ્થિતિએ કુલ 92,318 કરદાતાઓએ કુલ રૂ.55.77 કરોડનો વેરો ભરપાઇ કર્યો છે. જેમાં 26,906 કરદાતાઓએ રોકડેથી તેમજ ચેક દ્વારા રૂ.18.28 કરોડનું ઓફલાઇન પેમેન્ટ કર્યું છે અને 65,412 કરદાતાઓએ ઓનલાઇન રૂ.37.49 કરોડનું પેમેન્ટ કર્યું છે. કુલ વસુલ કરેલ રકમ ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.6.20 કરોડનું ડિસ્કાઉન્ટ કરદાતાઓને આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત યોજના હેઠળ એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10 ટકા વળતર, જો મિલકત મહિલાને નામે હોય તો વધુ પાંચ ટકા વળતર તેમજ ટેક્સ પેમેન્ટ ઓનલાઇન કરાય તો વધુ એક ટકા ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. તદઉપરાંત ખાસ કરીને જો કોઇ મિલ્કતધારક સળંગ ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરતા હોય તો તેમને લોયલ્ટી બોનસ પેટે વિશેષ એક ટકા વળતર અપાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech