દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

  • June 19, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તા. 24 થી તા. 6 જુલાઈ દરમ્યાન યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરની ત્રીજ્યામાં કોઈ અનધિકૃત વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના દિવસે તા. 24 જૂનથી તા. 6 જુલાઈ સુધી પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો દ્વારા મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ વિગેરે ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમજ પુસ્તક કે અન્ય સાહિત્ય કે કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ 10p મીટરમાં બે વ્યક્તિથી વધારે વ્યક્તિઓને એકઠા ન થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિશિષ્ટમાં દર્શાવેલા પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં આવેલી ઝેરોક્ષ દુકાનો તથા લાઉડ સ્પીકરો આ દિવસોમાં પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application