દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ 12 કર્મચારીઓની બઢતી તેમજ બદલીના ઓર્ડરો થયા છે. જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાં ફરજ બજાવતા રાકેશભાઈ પી. ગાડીત તેમજ ખંભાળિયા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સુભાષભાઈ ખેતિયાની બઢતી સિનિયર ક્લાર્કમાંથી નાયબ ચીટનીશ તરીકે કરવામાં આવી છે.
જ્યારે જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા જય સિણોજીયાને ભાણવડ સબ ડિવિઝન ખાતે, શિક્ષણ ખાતામાં ફરજ બજાવતા બંસી નકુમને સ્થાનિક શિક્ષણ શાખામાં, પાણી પુરવઠાના લખુભાઈ કારીયાને સમાજ કલ્યાણ શાખામાં, અશ્વિન બંધીયાને મહેકમ શાખામાંથી આરોગ્ય શાખામાં, બાંધકામ શાખાના ભરત ગોજીયાને બાંધકામ શાખામાં તેમજ આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ભૂપતદાન શાખરાને ડી.આર.ડી.એ. દ્વારકા ખાતે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.
જ્યારે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસીબેન કંડોરીયાને આરોગ્ય શાખામાંથી મહેકમ શાખામાં, પીઠાભાઈ બારડને મહેકમ શાખામાંથી ખેતીવાડી શાખામાં, દક્ષાબેન શિલુને ખેતીવાડી શાખામાંથી ભાણવડ તાલુકા પંચાયત ખાતે તેમજ હિતેશ સુવાને દ્વારકા તાલુકા પંચાયતમાંથી જિલ્લા સિંચાઈ શાખામાં બદલીના ઓર્ડરો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech