લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીનું આગામી તારીખ ૪૬૨૦૨૪ ના પરિણામ હોય રાજકોટમાં કાલાવડ રોડ પર કણકોટ પાસે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થનાર હોય ત્યારે મત ગણતરી કેન્દ્ર પર વાહન પ્રવેશબંધી અને વાહનોના ડાયર્ઝન લઈ પોલીસ કમિશનર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્રારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની રાજકોટ જિલ્લાની મતગણતરી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કણકોટ રોડ ખાતે આગામી તારીખ ૪ ૬ ના રોજ થવાની હોય જેના અનુસંધાને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સામેથી નીકળતો રસ્તો તારીખ ૪૬ ના રોજ સવારે પાંચ કલાકથી સાંજે ૫ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
જાહેરનામા જણાવ્યા મુજબ ઘોડાધાર મંદિર સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટીદાર ચોક સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. આધશકિત ટી સ્ટોલથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે. વૈકલ્પિક ટ તરીકે સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોક તરફ જવા માંગતા વાહનો કણકોટ રોડથી કાલાવડ રોડ કોસ્મો ચોકડીથી નવા ૧૫૦ ફટ રીંગ રોડથી પાટીદાર ચોક તરફ જઈ શકશે. પાટીદાર ચોક નવો ૧૫૦ ફટ રીંગ રોડ થી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ થી કણકોટ રોડ ઘોડાધાર મંદિર તરફ જવા માંગતા વાહનો પાટીદાર ચોકથી નવા દોઢસો ફટ રીંગ રોડથી કોસ્મો ચોકડીથી કાલાવડ રોડ કણકોટ તરફ જઈ શકશે તેમજ ઘોડાધાર મંદિર ચોકથી સીટી લાઈટ પાર્ટી પ્લોટ સુધીના રોડની બંને સાઇડ નો પાકિગ જાહેર કરવામાં આવ્યું છે.
યારે પાકિગ વ્યવસ્થા માટે બાલવી ગેરેજના પાછળના ખુલ્લા ગ્રાઉન્ડ તથા સામેના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા ફોરવીલ પાર્ક કરી શકાશે. જે.કે.હોસ્ટેલની આજુબાજુ તથા પાછળની સાઈડે ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા ફોરવીલ વાહનો પાર્ક કરી શકાશે. પાટીદાર ચોકથી આગળ ફિલ્ડ માર્શલ વાડીના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા ફોરવીલ પાર્ક કરી શકાશે. એન્જિનિયરિંગ કોલેજના મેઇન ગેટ સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં અને પ્રિન્સિપાલના બંગલાની બંને સાઇડ સરકારી અધિકારી કર્મચારી અને એજન્ટ પોતાના વાહન પાર્ક કરી શકશે. મત ગણતરીમાં આવતા તમામ સરકારી અધિકારી કર્મચારી ઉમેદવાર અને તેમના કાર્યકરોના વાહન મત ગણતરી સ્થળની આજુબાજુમાં આવેલા પાકિગ સુધી લઈ જઈ શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech