બ્યુટી પાર્લર, હેર સલૂન, ટેઇલર શોપના વ્યવસાયિકોને પ્રોફેશનલ ટેકસની નોટિસ

  • December 19, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા પ્રોફેશનલ ટેકસ વસૂલવા પણ સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે, ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત .૩૫ કરોડની વસુલતના ટાર્ગેટ સામે હાલ સુધીમાં ૨૩ કરોડની વસુલાત થઇ હોય લયાંક પૂર્તિમાં હજુ ૧૨ કરોડનું છેટું રહેતા હવે ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં બ્યુટી પાર્લર, હેર સલૂન, ટેઇલર શોપ વિગેરે જેવા નાના વ્યવસાયિકોને પણ નોટિસોની બજવણી થતા હોબાળો મચ્યો છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ટેકસના નવા કરદાતાઓ શોધી રજિસ્ટ્રેશન કરવા તેમજ અગાઉથી રજિસ્ટર્ડ હોય અને બાકી વેરો ચુકવતા ન હોય તેવા કરદાતાઓ પાસેથી બાકીવેરો વસુલવાની કામગીરી સમાંતર રીતે ચાલી રહી છે. વોર્ડવાઇઝ સર્વેના અંતે કુલ ૬૫,૦૦૦ વ્યવસાયિકોને નોટિસ ફટકારવામાં આવી છે.
હાલ સુધી ડોકટર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટ, કંપની સેક્રેટરી, કોન્ટ્રાકટર, બિલ્ડર, આર્કિટેકટ, કન્સલ્ટિંગ સિવિલ ઇજનેર, એડ એજન્સીઓ જેવા વ્યવસાયિકોને નોટિસ આપી રજિસ્ટ્રેશન કરાવવા અથવા તો રજિસ્ટર્ડ હોય તેને વેરો ચુકતે કરવા નોટિસો અપાતી હતી પરંતુ હવે વોર્ડ વાઇઝ ગ્રાઉન્ડ લેવલ સુધી ફિલ્ડવર્ક કરી બ્યુટી પાર્લર, હેર સલૂન, દરજીની દુકાન જેવા નાના વ્યવસાયિકોને નોટિસ આપવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે રાય સરકાર વ્યવસાય વેરો નાબૂદ કરશે તેવી વાત હતી અને તે માટેની વ્યાપક રજુઆતો પણ થતી હતી જેના લીધે કોઇ વ્યવસાય વેરો ભરપાઇ કરતું ન હતું પરંતુ હવે વ્યવસાય વેરો નાબૂદ કરવાની વિચારણા નથી તે સુનિશ્ચિત થઇ જતા મહાપાલિકા તંત્રએ પુરજોશમાં વેરા વસુલાત શ કરી છે જેના પગલે નાના વ્યવસાયિકોમાં હોબાળો મચી ગયો છે.
વર્ષેાથી વ્યવસાય વેરો ન ભરતા હોય તેવા બાકીદારો પાસેથી વેરો વસૂલવા થોડા સમય પૂર્વે જ રાય સરકાર દ્રારા એમ્નેસ્ટી સ્કિમ અમલી બનાવાય હતી જેમાં સંપૂર્ણ બાકી વેરો ચુકતે કરનારને બાકી વેરા ઉપરના વ્યાજ અને પેનલ્ટીમાં માફી અપાઇ હતી, લાંબો સમય સુધી આ સ્કિમ અમલી હતી તેમ છતાં બાકીવેરો ચુકતે કર્યેા ન હોય તેવા વ્યાવસાયિકો ઉપર હવે ટેકસ બ્રાન્ચની તવાઇ ઉતરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News