દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક રીતિ-રિવાજ મુજબ પ્રસંગ પૂર્ણ થયા બાદ ગણેશજીની પ્રતિમાઓનું જિલ્લાની જુદી જુદી નદીઓ અને તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. જેના અનુસંધાને અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ માહોલમાં અને પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકશાન ન પહોંચે તે રીતના ઉજવણી થાય તેવા હેતુસર જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
ભગવાન ગણેશની પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી) તથા ફાયબરની મૂર્તિ બનાવવી નહિ, વેચવી નહિ, સ્થાપના કરવી નહિ કે જાહેર માર્ગ પર પરિવહન કરવું નહિ. પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિઓનું વિસર્જન કરવું નહી. મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા સરકારની સૂચનાઓ અને હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં. ગણેશજીની મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન જાહેર જગ્યાએ આવતા - જતા રાહદારીઓ કે વાહનોમાં આવતા - જતા માણસો ઉપર કે મકાનો કે મિલકત ઉપર કોઈ પણ પ્રકારના રંગો કે પાઉડરને પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઉડાડવા કે છાંટવા નહી. પ્રતિમાઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવી નહિ.
મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહી. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. મૂર્તિકારો જે જગ્યા પર મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહિ. જિલ્લા બહારથી મૂર્તિઓ લાવીને અહીં વેચનાર મૂર્તિકાર અને વેપારીઓને પણ ઉકત સૂચનાઓ લાગુ પડશે. આ જાહેરનામું તા. 6 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech