જામનગર જિલ્લાના જળાશયો નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

  • July 03, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાગર પર માનવ સાગર..
 જામનગરના જીવાદોરી સમાન રણજિતસાગર ડેમ, કેજે શુક્રવારના વરસાદના કારણે ઓવર ફ્લો થઈ જતાં શહેરિજનો હરખાયા હતા, અને મોટો માનવ સમૂહ ડેમ પર પહોંચી ગયો હતો, અને ઓવરફ્લો થઈ રહેલા ડેમને નિહાળીને પ્રફુલિત થયા હતા.  જામનગરના રણજીતસાગર ડેમ કે જ્યાં ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે રવિવારની રજા ના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા, અને છલકાઈ રહેલા રણજીતસાગર ડેમ ના પોતાના મોબાઈલમાં ફોટા પાડી સેલ્ફી લીધી હતી. ગઈકાલે મોટો માનવ મહેરામણ ઉમટી પડ્યો હોવાથી મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગ તથા પોલીસ વિભાગ ને ભારે કવાયત કરવી પડી હતી. લોકો સલામત સ્થળે રહે, તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અને ડેમના પાળા સુધી જવા પર રોક લગાવવા આવી હતી, તેથી લોકોએ દૂરથી ઊભા રહીને ફોટા પાડ્યા હતા, સાથેજ ડેમ પર જવાના માર્ગે પણ વાહનોના ખડકલા જોવા મળ્યા હતા.

**
જામનગર જિલ્લાના કેટલાક ઝળાશયો ઓવરફ્લો થયો છે, જ્યારે કેટલાક છલકાવાની તૈયારીમાં છે, ત્યારે આવી પરિસ્થિતિમાં નાગરિકોએ ડેમ પાસે જઈને સેલ્ફી પાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.  જામનગર શહેર અને જિલ્લાના નાગરિકોની સલામતી અને હોનારાના ટાળવાના ભાગરૂપે જામનગર જિલ્લાના અધિક કલેક્ટર બી.એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને જિલ્લા ના કોઈ પણ ડેમ વિસ્તારમાં સેલ્ફી પાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.  જિલ્લાના તમામ ડેમ વિસ્તારમાંનો સેલ્ફી ઝોનના બોર્ડ પણ મૂકવામાં આવશે, અને આ જાહેરનામાની અમલવારી આગામની તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે, જેથી જામનગર જિલ્લાના નાગરિકોએ જળાશયો નજીક નહીં પહોંચવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application