ગીરસોમનાથના ૧૬ ગામોમાં ગામતળની જમીનનો કબજો સોંપવા કાર્યવાહી ચાલુ

  • June 25, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરસોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે ગામતળના પ્રશ્નો, પ્રિ-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી.કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લાંબા સમયી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં વનવિભાગ, મહેસૂલ વિભાગ તા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના ૧૬ જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.કલેક્ટરે જણાવ્યું હતું કે, જે જગ્યા સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે. જે જગ્યા સોંપાઈ છે. તે નિયમોનુસાર જ છે અને ડિમાર્કેશન વાી ગ્રામ્ય વિસ્તારમાં સામૂદાયિક વિકાસના કામો જેવાં કે, પ્રામિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ શે.વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા બાબરિયામાં ૬૦.૬૨ હેક્ટર જમીન આપવામાં આવી છે. દબાણવાળા સ્ળો, પંચાયતના વિવિધ મુદ્દાઓ, માપણીના પ્રશ્નો વગેરે સમસ્યાઓનો ઉકેલ લાવીને ગામતળનો ઉકેલ લાવવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, વનવિભાગના પ્રશ્નોને લઈને જેપુર અને ભોજદે ગામના ગામતળની જે સમસ્યા છે. તેનો પણ ોડા સમયમાં ઉકેલ આવશે.જ્યારે લીડ બેંક મેનેજર ચેતન ઝવેરીએ જણાવ્યું હતું કે, જે રીતે અન્ય સ્ળ માટે હાઉસિંગ લોન અપાતી હોય છે એ જ રીતે લોન આપવામાં આવશે વધુમાં ગ્રામ પંચાયતોને પણ કોમ્યુનિટી હોલ સહિતની જનહિતલક્ષી સુવિધાઓ માટે લોન ઉપલબ્ધ શે.ઉપરાંત ધામળેજ, સિંગસર, બડવલા સહિતના જે-જે ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું નહોતું. તેવા ગામની રજૂઆતોને ધ્યાને લઈ નર્મદાની લાઈનમાંી ૧૪૦ કરતા વધુ ભૂતિયા જોડાણો શોધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેી આ તમામ ગામોના પાણીના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું.વહીવટી તંત્ર દ્વારા દેવકા નદીના કાંઠે ખેતી વિષયક દબાણો, હાઈવેના કાંઠે બનેલ કોમર્શિયલ, રેસિડેન્શિયલ, સીમના એપ્રોચ રોડ જે જોગવાઈ વિરૂદ્ધ અવરોધતાહતાં એવા ૪૨ સ્ળો પર દબાણ ખુલ્લ ા કરાવેલ અને પાણીનો અવરોધ ન ાય તે અંગેનો નિકાલ કરાયો હતો. તાલાળા-વેરાવળ ધોરીમાર્ગ પર જે પણ જગ્યાઓએ દબાણ કરેલા વિવિધ સ્ળો દ્વારા બ્લેકસ્પોટ જનરેટ તાં હતાં. એવા ગેરકાયદેસર દબાણોને દૂર કરી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે.વધુમાં જે પણ સ્ળોએ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન તી હતી તેવા સ્ળોએ ૧૮ કિ.મીમાં કાચી ગટર કરી ૧૧૦૦૦ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. તેમજ લોકોના સહયોગી કુલ ૧૯ વોટર વે બ્લોક દૂર કરાયા છે. અને તેઓ દ્વારા કુલ ૩૮ પાઈપ સહિત અંદાજીત ૯૫ મીટર પાઈપ નાખવામાં આવ્યાં. ઉમરેઠી પાટિયા પાસે અતિક્રમણ પર ડિમોલેશન કરીને પાણીનું વહેણ હિરણ નદી તરફ વહે અને લોકોને અગવડતા ન પડે તે માટે ૩ પાઈપનું પાઈપ કલવટ બનાવવામાં આવ્યું. જેી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે.જિલ્લ ામાં ચાલતી ખાણખનીજ ચોરી, ઓવરલોડિંગ વાહનો, અનધિકૃત સામાનની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડક હો ડામી દેવા ડારી ટોલપ્લાઝા, નલિયા-માંડવી ચેકપોસ્ટ, ગુંદરણ ચોકડી સહિતની જગ્યાઓએ ૩ સર્વેલન્સ ટીમની રચના કરીને વાહન ચેકિંગ ઈ રહ્યું છે. આ વાહન ચેકિંગ દરમિયાન તા.૨૧,૨૨ અને ૨૩ એમ ત્રણ દિવસમાં ૩૯ વાહનોને દંડ કરી અને ‚ા.૩,૪૭,૧૫૬ની વસૂલાત કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, તાલાલા મામલતદાર બી.એચ.કુબાવત, તાલુકા વિકાસ અધિકારી ઠુંમર ઉપસ્તિ રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News