વડોદરાના ભાયલી નજીક અવાવ રોડ પર બોયફ્રેન્ડ સાથે રાત્રે બેઠેલી ધોરણ ૧૧ સાયન્સની વિધાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર રાયમાં ઘેરા પડઘા પડા હતા.વડોદરા પોલીસે દિવસ રાત એક કરી આ દુષ્કર્મ પ્રકરણમાં ત્રણ નરાધમોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આ ત્રણેય શખસો મૂળ યુપીના વતની હોય અને હાલ અહીં રહેતા હોવાનું માલુમ પડું છે. અગાઉ પણ અનેક ગુનાઓમાં પરપ્રાંતિય શખસોની સંડોવણી બહાર આવી છે. ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્રારા વખતોવખત પરપ્રાંતીયને કામે રાખતા પૂર્વે પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેમછતાં કેટલાક લોકો લાપરવાહી રાખી આ અંગેની જાણ પોલીસને કરતા નથી.તેના પરિણામ સ્વપ કયારેક ગંભીર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વડોદારની આ ઘટનને લઇ રાજકોટ શહેર પોલીસ એકશનમાં આવી ગઇ છ. પરપ્રાંતીયને કામે રાખી પોલીસને જાણ ન કરનાર આઠ શખસો સામે જાહેરનામા અંગેના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.જેમાં છ કેસ એસઓજીની ટીમે જયારે એક–એક કેસ તાલુકા અને માલવિયાનગર પોલીસે કર્યા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઔધોગિક એકમો તેમજ ઘરે ઘરઘાટી તરીકે પરપ્રાંતીઓને કામે રાખતા પૂર્વે પોલીસને જાણ કરવા માટે જણાવ્યું છે. ત્યારે પોલીસ દ્રારા હવે આ જાહેરનામાની કડક અમલવારી શ કરવામાં આવી છે. જેના ભાગપે શહેર પોલીસે આઠ શખસો સામે જાહેરનામા અંગેની કાર્યવાહી કરી છે.
જાહેરનામા ભંગની આ કાર્યવાહીમાં એસઓજીના પીઆઇ એમ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ વી.એન.હરિયાણી અને આર.જે.કામળીયા તથા તેમની ટીમે ભગવતીપરા વિસ્તારમાં જયપ્રકાશ નગર શેરી નંબર ૪ માં ધીરજ રઘુભાઈ આઈડી (મહેશ્વરી)(ઉ.વ ૪૯) નામના શખસે પોતાનું મકાન પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ કરી ન હોય તેની સામે ગુનો નોંધાયો છે. ભકિતનગર પોલીસે ઢેબર કોલોની ગાયત્રીનગર મેઇન રોડ પર કવાર્ટર નંબર ૭૬ પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર જયેશ પોપટભાઈ સરવૈયા(ઉ.વ ૩૮) સામે ગુનો નોંધ્યો છે.
મયુર નગર શેરી નંબર ૨ ભાવનગર રોડ પર મકાન પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર જીતેન્દ્ર સુખાભાઈ કનેરા (ઉ.વ ૩૫) સામે ગુનો નોંધ્યો છે. અહીં ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે મકાન તેને ભાડે આપનાર હમીર ભાદાભાઈ લીંબડીયા (ઉ.વ ૬૨) અને સતં કબીર રોડ પર શકિત સોસાયટી શેરી નંબર પાંચમાં મકાન પરપ્રાંતીયને ભાડે આપનાર હિતેશ ઝીણાભાઈ ટોડીયા (ઉ.વ ૩૫) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત એસઓજીની ટીમે કસ્તુરબા માર્ગ સરગમ ફડ ઉપર લોર્ડસ હોટલની સામે ચેન્નઈ ચટની નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતિય કારીગરને રાખી તેની સીટીઝન પોર્ટલ વેબસાઈટ અથવા સીટીઝન ફસ્ર્ટ એપ્લિકેશનમાં નોંધણીના કરનાર રેસ્ટોરન્ટ સંચાલક લમણસિંહ જોગાસિંગ સઉદ(ઉ.વ ૩૬) સામે ગુનો નોંધ્યો છે. અહીં જ આવેલ લોર્ડસ બેન્કવેટ નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતિય કારીગરને કામ પર રાખી જે અંગેની જાણ સીટીઝન પોર્ટલ વેબસાઇટ અને સીટીઝન ફસ્ર્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ન કરનાર રેસ્ટોરન્ટ સંચાલક ગોપાલરામ પુનારામ મેઘવાલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે લોધેશ્વર સોસાયટી શેરી નંબર ૫ રામનગર પાછળ ગોંડલ રોડ પરપ્રાંતીય મજૂરોને મકાન ભાડે આપી તે અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં ન કરનાર વિજય અમરશીભાઈ જરીયા (ઉ.વ ૫૨) સામે ગુનો નોંધ્યો છે તેમજ તાલુકા પોલીસ મથકના સ્ટાફે નાના માવા મેઇન રોડ પર પ્રમુખ ઢોસા ઇન નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીયને નોકરી પર રાખી તેની જાણ પોલીસને ન કરનાર રેસ્ટોરન્ટ સંચાલક દીપક સંજયભાઈ કાપડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech