સુપર ક્યૂટ દીકરી માલતી સાથે પ્રિયંકા એરપોર્ટ પર સ્પોટ થઇ

  • March 16, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં દીકરી માલતી મેરી સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ. પ્રિયંકા અને માલતીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં પ્રિયંકાની લાડલીની સુપર ક્યૂટ જોવા મળી રહી છે

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા મુંબઇ પરત ફરી છે. અદાકાર પ્રિયંકા ચોપરા અને દીકરી માલતીની આ તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં મા-દીકરી બન્ને સુપર ક્યૂટ જોવા મળી રહ્યા છે. મુંબઇ પહોંચતાની સાથે પ્રિયંકાની આ તસવીરો વાયરલ થવા લાગી છે. સામે આવેલી આ તસવીરોમાં પ્રિયંકા લાંબા સમય પછી મુંબઇ આવી છે. અદાકાર આ દરમિયાન પતિ નિક સાથે નહીં, પરંતુ દીકરી માલતી સાથે ઇન્ડિયા આવી છે. આ તસવીરો જોતાની સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે.

પ્રિયંકાની દીકરી માલતીની વાત કરવામાં આવે તો એને ગ્રીન કલરનું મસ્ત ફ્રોક પહેર્યુ છે. આ ગ્રીન કલરના ફ્રોકમાં માલતી એકદમ ક્યૂટ લાગી રહી છે. માલતીની ક્યૂટનેસ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. માલતી બે વર્ષની થઇ ગઇ છે. માલતી મેરી હવે પહેલા કરતા મોટી અને ક્યૂટ દેખાઇ રહી છે.એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દરમિયાન દીકરી માલતી મેરી ચોપરા જોનસને બિલકુલ એક કમ્પ્લીટ માતાની જેમ કેર કરતી જોવા મળી. એક્ટ્રેસની આ તસવીરોએ હાલમાં ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં માલતી અને પ્રિયંકા બન્ને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application