લોકસભા બેઠક વ્યવસ્થામાં ફેરફાર: પ્રિયંકા ચોથી હરોળમાં

  • December 03, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની પહેલી સીટ પર બેસશે, યારે બીજી બાજુ તેમની સામે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પહેલી સીટ પર બેસશે. લોકસભા સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલ બેઠક યોજનામાં, વરિષ્ઠ  ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને હવે ગૃહ પ્રધાન અમિત શાહની બાજુમાં પ્રથમ હરોળમાં ચોથી બેઠક આપવામાં આવી છે. પહેલા તેઓ બીજા કોલમમાં સીટ નંબર ૫૮ પર બેસતા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાનની બાજુમાં બીજી સીટ પર બેસશે.
સપા પ્રમુખ અખિલેશ યાદવને આગલી હરોળમાં સીટ નંબર ૩૫૫ ફાળવવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય યાદવની બાજુમાં બેસશે. તેમની પાર્ટીના અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી અને સૌગાતા રોયને બીજી હરોળમાં અનુક્રમે ૨૮૦, ૨૮૧ અને ૨૮૪ બેઠકો ફાળવવામાં આવી છે. ડીએમકેના નેતાઓ ટીઆર બાલુ અને એ રાજાને પણ આગળની હરોળની બેઠકો ફાળવવામાં આવી છે. વાયનાડથી જીતીને પહેલીવાર લોકસભામાં પહોંચેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને ચોથી હરોળમાં સીટ નંબર ૫૧૭ મળ્યો છે. પશ્ચિમ બંગાળના બસીરહાટના સાંસદ ટીએમસીના એસકે નૂલ ઈસ્લામના મૃત્યુ બાદ ગૃહમાં એક સીટ ખાલી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application