પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ અદાણી મુદ્દે હોબાળો થતા સંસદ સ્થગિત

  • November 28, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે પ્રિયંકા ગાંધી પહેલીવાર સંસદ પહોંચ્યા. તેમણે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં બંધારણની કોપી લીધી હતી. પ્રિયંકાની સાથે તેની માતા સોનિયા અને રાહત્પલ ગાંધી પણ સંસદ પહોંચ્યા હતા. પ્રિયંકાએ વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી છે. પ્રિયંકાની સાથે નાંદેડથી પેટાચૂંટણી જીતનાર રવિન્દ્ર ચૌહાણે પણ શપથ લીધા હતા.
લોકસભામાં કાર્યવાહી શ થતાં જ અદાણી મુદ્દે હોબાળો થયો હતો. રાયસભામાં પણ હોબાળો થયો હતો. આ પછી, બંને ગૃહોની કાર્યવાહી પહેલા બપોરે ૧૨ વાગ્યે અને પછી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ, લોકસભામાં વકફ (સુધારા) બિલ પરની સંયુકત પેનલનો કાર્યકાળ બજેટ સત્ર ૨૦૨૫ના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલે લોકસભામાં પ્રસ્તાવ મૂકયો અને તેને મંજૂર કરવામાં આવ્યો.
કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત બાદ, કોંગ્રેસ પાસે ફરી એકવાર લોકસભામાં ૯૯ સાંસદો છે. વાયનાડ બેઠક રાહત્પલ ગાંધીએ ખાલી કરી હતી, યારે નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદ બસંતરાવ ચૌહાણના અવસાનને કારણે ખાલી પડી હતી. તાજેતરમાં પેટાચૂંટણી યોજાઈ છે અને બંને બેઠકો કોંગ્રેસને પાછી આવી છે. આ પહેલીવાર છે યારે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદના સભ્ય છે. રાહત્પલ ગાંધી રાયબરેલીથી લોકસભાના સાંસદ છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી છે. યારે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાયસભાના સાંસદ છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ ૧૬ બિલ રજૂ કરવામાં આવનાર છે. તેમાંથી ૧૧ બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. યારે ૫ કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. વન નેશન વન ઇલેકશન માટે પ્રસ્તાવિત બિલનો સમૂહ હજુ સુધી સૂચિનો ભાગ નથી, જોકે કેટલાક અહેવાલો કહે છે કે સરકાર તેને સત્રમાં લાવી શકે છે. જયારે રાયસભાના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા દ્રારા પસાર કરાયેલ એક વધારાનું બિલ, ભારતીય એરક્રાટ બિલ, રાયસભામાં મંજૂરી માટે પેન્ડિંગ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News