ઉપલેટા નાગનાથ ચોકમાં એસટી સ્ટોપ બધં થતાં ઉંચા ભાડા વસુલતાં ખાનગી વાહનો

  • September 25, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા પાંચ છ મહિનાથી અહીંના મોજ નદીના પુલ ઉપરથી વાહનો ન ચલાવવાના કલેકટરના જાહેરનામાને કારણે એસ.ટી.એ રાજકોટ જૂનાગઢ સહિતના બસોના નાગનાથ ચોકનો સ્ટોપ  બંધ કર્યો છે એના કારણે દ્વારકાધીશ મીરાનગર આનંદ નગર અશોક નગર દ્વારકા પુરી ભક્તિ ધામ ઘનશ્યામ નગર સોનલ નગર જડેશ્વર વિસ્તાર કોળીવાડા નવાપરા નવયુગ વિસ્તાર ડો ટોલીયા રોડ દોશી શેરી નટવર રોડ બોડકાપા વોરા શેરી સોલંકી ફરી સોની બજાર હવેલી વિસ્તાર જીકરીયા ચોક દરબારગઢ વિસ્તાર પંચ હાટડી ગાંધી ચોક ફુલારા મેન્સન વીજળી રોડ સહિત અધર્િ ઉપલેટા ના પેસેન્જર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે
ખાનગી વાહનો વાળા પાસે ઊંચા ભાડામાં લૂંટાઈ રહ્યા છે તેને કારણે હાલમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થયો છે
એસટી બસમાં જુનાગઢ થી ઉપલેટા આવવાના રૂપિયા 50 નાગનાથનો સ્ટોપ બંધ હોવાથી  બસ સ્ટેન્ડ ઉતરો એટલે ઘેર આવવાના રીક્ષા ના રૂપિયા 40 થી 80  બેસે ઉપલેટા વિસ્તારના લોકોને ધોરાજી જેતપુર ગોંડલ વીરપુર રાજકોટ જુનાગઢ સાથે ધંધાકીય નોકરી સામાજિક સહિત નો વ્યવહાર વધુ છે ત્યારે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડીયા અંગત રસ લઈ જુનાગઢ ડિવિઝનમાં ડીસીને રજૂઆત કરી નાગનાથ ચોક ને સ્ટોપ મળે તેમ કરવું જોઈએ તેવી લોક માગણી પ્રવર્તે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application