પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને વેકેશનના બે દિવસ પહેલા પરિપત્ર મોકલીને ઇ-કે.વાય.સી.ની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યુ છે અને જો આ કામગીરી આચાર્ય નહી પૂરી કરે તો દિવાળીના વેકેશનની રજા પર જવા દેવાશે નહી તેવો ફતવો શિક્ષણ વિભાગના સચિવના નામે લેખિતમાં બહાર પાડતા આચાર્યોમાં આંતરિક ધોરણે રોષ જોવા મળી રહ્યો છે પણ ખુલીને સામે આવીને કહેવા માટે કોઇ આગળ આવી રહ્યા નથી.
પોરબંદરના જિલ્લાશિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોરબંદરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફફાયનાન્સ એવી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને તા. ૨૩-૧૦ના રોજ પરિપત્ર મોકલીને લેખિતમાં એવી જાણ કરી છે કે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચુકવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની ઇ-કે.વાય.સી.ની કામગીરી હાલ ચાલુ છે. જેની સમીક્ષા માટે તા. ૨૩-૧૦-૨૦૨૪ના રોજ શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં મળેલ સુચના મુજબ દિવાળી વેકેશન શ થાય તે પહેલા શાળામાં અભ્યાસ કરતા તમામ અનુસુચિત જાતિ(એસ.સી.) કેટેગરીના વિદ્યાર્થીઓની ઇ-કે.વાય.સી.ની કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે. જે શાળામાં વેકેશન શ થાય તે પહેલા આ કામગીરી પૂર્ણ થયેલ ના હોય તેવા કિસ્સામાં શાળાના આચાર્ય વેકેશનની રજા પર જઇ શકશે નહી, જેની ગંભીર નોંધ લેશો. તદુપરાંત અનુસૂચિત જાતિ (એસ.સી.) કેટેગરી સિવાયના અન્ય કેટેગરીના (એસ.ટી, એસ.ઇ.બી.સી., જનરલ) વિદ્યાર્થીઓની ઇ-કે.વાય.સી. ની કામગીરી સમયાંતરે ચાલુ રાખવાની રહેશે.
વધુમાં ઇ.આઇ., એ.ઇ.આઇ. એસ.વી.એસ. ક્ધવીનર્સ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક અને બી.આર.સી. તેમજ સી.આર.સી.ઓ. કો. ઓ.એ સદર કામગીરીનુ સઘન મોનીટરીંગ કરવાનુ રહેશે. તેમજ કામગીરીની પ્રગતિ અંગેનો ડેટા નિયમિત જિલ્લામાં મોકલવાનો રહેશે તેમ જણાવ્યુ છે.
તો બીજી બાજુ પોરબંદર જિલ્લાના આચાર્યો દ્વારા પ્રેસ સમક્ષ એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે જિલ્લા શિક્ષણાધિકારીએ વેકેશનના બે દિવસ પહેલા આવો ફતવો બહાર પાડયો છે. બે દિવસમાં ઇ-કે.વાય.સી.ની કામગીરી કઇ રીતે પૂર્ણ થાય અને આ કામગીરી શૈક્ષણિક છે? તેવો સવાલ ઉઠાવીને ઉમેર્યુ છે કે ઇ-કે.વાય.સી.ની કામગીરી કરતી વખતે તેનો ઓ.ટી.પી. જે તે વિદ્યાર્થીના માતા-પિતા અથવા વાલીના મોબાઇલમાં જાય છે. તે મંગાવીને કે.વાય.સી.ની કરવાની લાંબી પ્રોસીજર કરે તો ઓનલાઇન યોગ્ય રીતે નેટ ચાલુ હોય તો એક ઇ-કે.વાય.સી. કરવામાં ખાસ્સો સમય જાય છે. તો કોઇ શાળામાં વધુ વિદ્યાર્થીઓ હોય ત્યારે આ કામગીરી બે દિવસમાં કેમ પૂર્ણ થાય? આવો પ્રશ્ર્ન ઉઠાવીને પોરબંદરના શિક્ષણાધિકારીએ બહાર પાડેલા ફતવાનો વિરોધ કરીને આચાર્યો દ્વારા આક્રોશ છાને ખૂણે વ્યકત કરવામાં આવ્યો છે. કારણકે મોટાભાગના શિક્ષકો પાસેથી શૈક્ષણિક કાર્ય સિવાયની કામગીરી કરાવવામાં આવે છે અને છતા પણ ચીઠ્ઠીના ચાકરની જેમ મુંગા મોઢે તેઓએ ચૂપચાપ કામ કરવુ પડે છે. તેથી આ ફતવા અંગે પણ લોકરોષ વધી રહ્યો છે. પરંતુ ખુલીને તેઓ સામે આવી શકયા નથી તે પણ હકીકત છે. પોરબંદર જિલ્લામાં શિક્ષકો અને આચાર્યોના સંગઠન હોવા છતા તેઓ પણ આ મુદ્ે મૌન છે.
એકબાજુ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ(પ્રોટોકોલ) સંકેતસિંહ વાઘેલા દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે એવો પરિપત્ર બહાર પાડવામા આવ્યો છે કે સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ,૨૦૨૪ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે તે મુજબ તા. ૩૧-૧૦-૨૦૨૪ ગુરુવારના રોજ દિવાળીની જાહેર રજા, તા. ૨-૧૧-૨૦૨૪, શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. ૩-૧૧-૨૦૨૪ના રોજ રવિવાર, ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.દિવાળી પર્વમાં સરકારી અધિકારી, કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. ૧-૧૧-૨૦૨૪ શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ( પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા. ૯-૧૧-૨૦૨૪ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.આ હુકમો સરકારની બધી કચેરીને તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે. આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઇઓ રજા હેઠળ જાહેર કરેલ નથી. તેમ જણાવ્યુ છે ત્યારે એકબાજુ રાજ્ય સરકારનો સામાન્ય વહીવટી વિભાગ સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરે છે તો બીજી બાજુ પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી તેમની રજા રદ કરીને વેકેશનમાં નહી જવા દેવા ચીમકી આપે છે તેથી શિક્ષકોમાં આંતરિક રીતે ઉકળતો ઉકળાટનો ચ બહાર આવે તે પહેલા તેમની સમસ્યા સમજીને પોરબંદરના શિક્ષણાધિકારી યોગ્ય નિર્ણય લે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech