વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે.આ પ્રવાસ દરમિયાન તેઓએ દેશને ૮૫૦૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં રેલવે પરિયોજનાઓના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન જણાવ્યું છે કે લાખો લોકો આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે. રેલવેના ઇતિહાસમાં આવો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય. આ ભવ્ય આયોજન માટે રેલવેને ધન્યવાદ. વિકસિત ભારત માટે થઇ રહેલા નવનિર્માણનો સતત વિસ્તાર થયો છે. દેશના ખૂણેખૂણે પરિયોજનાઓનું લોકાર્પણ થઇ રહ્યું છે. ૨૧મી સદીમાં ભારતીય રેલવેની તાસીર અને તસવીર બદલાઈ રહી છે નવી વંદે ભારત દેશના ૨૫૦ થી વધુ જિલ્લ ાઓ સુધી પહોંચી છે ભારતની સેમી હાઈ સ્પીડ ટ્રેન ની માંગ વિશ્વમાં વધશે આવતા દિવસોમાં ગુજરાત સહિત દેશની વિકાસની ગતિ ક્યાંય ધીમી પડવા દેવામાં આવશે નહીં તેવો રણકાર તેમના વક્તવ્ય દરમિયાન કર્યો હતોદેશમા અનેક નવી યોજનાઓ શરૂ થઇ રહી છે. ૭૫ દિવસમાં ૧૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ અપાઇ છે. ૧૨ દિવસમાં ૭ લાખ કરોડથી વધુનાવિકાસકાર્યોની ભેટ આપી છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં મોટું પગલું ભરાયુ છે. ૮૫૦૦૦ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ આજે દેશને મળ્યા છે. દહેજમાં બનેલા ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ છે. આજે એકતા મોલ્સનો પણ શિલાન્યાસ થયો છે. વોકલ ફોર લોકલના મિશન માટે આ મોલ્સ મદદરૂપ થશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને મજબુત કરશે આ મોકો છે.ભારતના યુવાનોના વર્તમાન માટે આ લોકાર્પણ છે. યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ગેરન્ટી છે આ શિલાન્યાસ. ૨૦૧૪ પહેલાં દેશે ૨૫ - ૩૦ રેલવે બજેટ જોયા છે. ટ્રેનને નવા સ્ટોપેજ ફાળવી દેવાતા હતા. મેં રેલવેના અલગ બજેટને કાઢી દેશના બજેટમાં જોડ્યુ છે. ભારત સરકારના બજેટના નાણાં રેલવેના વિકાસ માટે લાગે છે. પહેલા ભારતીય ટ્રેન હંમેશા મોડી જ આવતી હતી. રેલવે રિઝર્વેશનમાં દલાલી, કમિશનનું દૂષણ હતુ.રેલવેમાં સુરક્ષા, સ્વચ્છતા બધું જ ખરાબ સ્થિતિમાં હતુ. દેશના ૬ રાજ્યોની રાજધાનીમાં ટ્રેન નહોતી પહોંચી. ૨૦૧૪માં ૩૫ ટકા રેલ લાઇનોનું જ ઇલેક્ટ્રિફિકેશન થયું હતુ. રેલવે લાઇનોનું ડબલિંગ સરકારની પ્રાથમિકતા જ નહોતી. તેને કારણે મધ્યમવર્ગ, ખેડૂતો, નાના ઉદ્યોગોને મુશ્કેલી થતી હતી. રેલવે રિઝર્વેશનમાં દલાલી, કમિશનનું દૂષણ હતુ. લોકોએ પણ આશા છોડી દીધી હતી કે આમાં સુધાર આવશે. રેલવેની કાયાપલટ વિકસિત ભારતની ગેરંટી છે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશને ૮૫૦૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. તેમજ ૬ હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ - લોકાર્પણ કર્યુ છે. વડાપ્રધાન ના હસ્તે ૧૦ નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન. જેમાં અમદાવાદ - મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએફસી સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech