વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાની મુલાકાતે સવારે 7 વાગ્યે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત 2 દિવસ સુધી ચાલશે. બ્રિક્સની આ સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાઈ રહી છે. પીએમ મોદી છેલ્લા 4 મહિનામાં બીજી વખત રશિયાની મુલાકાતે છે. અગાઉ તેઓ જુલાઈમાં ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા આવ્યા હતા. રશિયા પહોંચ્યા બાદ પીએમ મોદી સાંજે બ્રિક્સ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપશે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળશે. આ સિવાય તેમની અનેક નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આવતીકાલે બ્રિક્સની બેઠકમાં ભાગ લેશે. જે બે સત્રોમાં થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અહીં ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.2 વર્ષ પછી આ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે જ માહિતી આપી હતી કે, લદ્દાખમાં પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે વાતચીત થઈ શકે છે. જો આમ થશે તો બંને નેતાઓ 2 વર્ષ પછી એકબીજા સાથે વાત કરશે. બંને છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા. જો કે, બંને નેતાઓએ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદી 23 ઓક્ટોબરે રશિયાથી રવાના થશે. આ પછી, વિદેશ મંત્રી એસ જયશંકર 24 ઓક્ટોબરે બ્રિક્સ પ્લસ દેશોના સત્રમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ સત્ર બ્રિક્સ એન્ડ ગ્લોબલ સાઉથ થીમ પર હશે. આ સમિટમાં કુલ 28 દેશો અને 5 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. સમિટ પછી બ્રિક્સ દેશોનું સંયુક્ત નિવેદન એટલે કે કઝાન ઘોષણા જારી કરવામાં આવશે. ભારત કઝાનમાં નવું કોન્સ્યુલેટ પણ ખોલી શકે છે. અહીં 1 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech