PM મોદી આવતા અઠવાડિયે ગુજરાતની મુલાકાતે, કચ્છના માતાના મઢે દર્શન કરે અને ભુજમાં જાહેરસભાને સંબોધન કરે તેવું આયોજન

  • May 19, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે  ગુજરાતની એક થી બે દિવસની મુલાકાતે આવે તેવા સંકેત મળી રહ્યા છે. જેમાં દાહોદ અને કચ્છની મુલાકાતને આખરીઓ આપવામાં આવી રહ્યો છે જેને લઈને અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત તા. ૨૬ અથવા ૨૭ મેના રોજ ગુજરાતના કચ્છની અને દાહોદનીમુલાકાત લે તેવી સંભાવના છે.
આ દરમિયાન કરછના માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરે અને ભુજમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરે તેવું આયોજન થઇ રહ્યું છે. જાહેર સભા ઉપરાંત કરોડો પિયાના વિકાસ કાર્યેાના લોકાર્પણ તેમજ ખાતમુહર્તની તૈયારીને લઈને વહીવટી તત્રં અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સક્રિય થયું છે.



આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સંભવત: ૨૬ અથવા ૨૭ મેના રોજ ભુજમાં યોજાનારી જાહેર સભા માટે ભાજપ સંગઠન દ્રારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને સળ જિલ્લ ા કલેકટરે વિવિધ સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ મુખ્યત્વે સ્ટેજ વ્યવસ્થાપન, કાયદો અને વ્યવસ્થા જાળવણી, બેઠક અને મંડપ,ભુજ શહેરના મીરજાપર માર્ગે સમારકામ અને સભા સ્થળની જમીનને સમથળ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ વહીવટી તત્રં દ્રારા તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા માટે કામગીરી શ કરી દેવામાં આવી છે.


જનમેદનીને લાવવા માટે એસ.ટી. બસોની ફાળવણી, પાકિગ અને આરોગ્ય સેવાઓ જેવી બાબતોનું સંચાલન કરશે. આ તમામ કામગીરી મટે ભાજપ સંગઠન પણ વડાપ્રધાનની આ મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે સંપૂર્ણપણે સ છે.


ગરમીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની જાહેર સભા બપોર પછી યોજાશે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન વિકાસ કાર્યેા અને સુરક્ષા વ્યવસ્થાને સર્વેાચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.આ ઉપરાંત દાહોદ ખાતે રેલવે ફેકટરીના લોકાર્પણ માટે કાર્યક્રમની તૈયારીઓ શ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application