દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો રાજકોટ સાથે કાયમ યાદગાર નાતો રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકેના ૧૦ વર્ષના કાર્યકાળમાં નરેન્દ્રભાઇ કુલ આઠ વખત રાજકોટ આવ્યા છે અને જ્યારે પણ રાજકોટ આવ્યા છે ત્યારે શહેરને જરૂર કંઇક ને કંઇક સુવિધાની ભેટ આપી ગયા છે, ભૂતકાળમાં ક્યારેય કોઇ પ્રધાનમંત્રીએ રાજકોટને આટલું મહત્વ આપ્યું નથી કે આટલી વખત રાજકોટની મુલાકાત પણ લીધી નથી. રાજકોટની મુલાકાત ઉપરાંત વિષય વ્યાપાર ઉદ્યોગ જગતનો હોય કે રાજનીતિનો હોય અવારનવાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોમાં તેમણે રાજકોટનો ઉલ્લેખ કર્યો છે, પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પણ તેમણે રાજકોટને યાદ કર્યું છે. આમ, રાજકોટ પણ પ્રધાનમંત્રીનું ઋણી છે.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગઇકાલે જંગી જાહેર સભાને સંબોધન કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ સાથેનું તેમનું અનુસંધાન યાદ કરતા કહ્યું હતું કે, ગઇકાલે ૨૪મી ફેબ્રુઆરીનો દિવસ મારા માટે ખુબ જ વિશેષ દિવસ રહ્યો છે, ૨૨ વર્ષ પહેલાં ૨૪ ફેબ્રુઆરીએ રાજકોટવાસીઓએ આશીર્વાદ આપી મને ધારાસભ્ય બનાવ્યો હતો, તેમજ ૨૫ ફેબ્રુઆરીએ મેં ગાંધીનગરમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. રાજકોટવાસીઓએ મને તેમના પ્રેમ અને વિશ્વાસનો કરજદાર બનાવ્યો છે અને આ ભરોસાને સાર્થક ઠેરવવા સતત પ્રયત્ન કર્યા છે. સમગ્ર દેશ આજે મને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યો છે તેના યશનું હક્કદાર રાજકોટ પણ છે. મને વિશ્વાસ છે કે, સમગ્ર દેશ એન.ડી.એ. સરકારને આ જ પ્રકારે આશીર્વાદ આપતો રહેશે. અબ કી બાર... ૪૦૦ કે પારના સંકલ્પને પણ આપનાં આશીર્વાદ મળી રહ્યા છે અને એ માટે આપ સૌને શિશ ઝુકાવી નમન કરું છું. આપ સૌ જોઈ રહ્યા છો કે પેઢીઓ બદલી રહી છે અને લોકોનો પ્રેમ વધી રહ્યો છે. વિકાસ યાત્રા આગળ ધપાવતા રહી લોકોના પ્રેમનું કરજ વ્યાજ સાથે ચુકવવા પ્રયાસ કરી રહ્યો છું.
વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સૌ પ્રથમ તેઓ (૧) તા.૩૦-૮- ૨૦૧૭ના રાજકોટ આવ્યા ત્યારે આજી-૧ ડેમમાં સૌની યોજનાથી પાણી ઠાલવવાનું લોકાર્પણ કર્યું જેના કારણે આજે પણ રાજકોટને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે વર્ષમાં બે વખત નર્મદાનીરથી આજી ડેમ ભરાય છે. આ દિવસે તેમણે છેક આજી ડેમથી રેસકોર્સ સુધી સૌથી લાંબો રોડ શો યોજ્યો હતો. (૨) ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી વખતે તેમણે નાના મવા રોડ પર જાહેર સભા યોજી હતી. (૩) તા.૩૦-૯-૨૦૧૮ના તેઓ રાજકોટ આવ્યા અને મહાત્મા ગાંધીમ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું ત્યારે બાયરોડ તેઓ એરપોર્ટથી જ્યુબિલી આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ મુલાકાત ન્હોતી પણ ૨૦૨૨માં બે વખત જાહેર કાર્યક્રમમાં અને એક વખત એરપોર્ટ એમ ત્રણ વાર આવ્યા હતા. (૪) તા.૧૯-૧૦-૨૦૨૨ના રાજકોટમાં ત્રણ ફ્લાયઓવરના લોકાર્પણ કરી સભા સંબોધી હતી (૫) તા.૨૮-૧૧-૨૦૨૨ના ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રેસકોર્સમાં સભા સંબોધી હતી. (૫) તા.૨૭-૭-૨૦૨૩ના રાજકોટથી ૩૫ કિલોમીટર દૂર હીરાસર ખાતે ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. (૬) ગઇકાલે તા.૨૫-૨-૨૦૨૪ના તેઓ ફરી રાજકોટ આવી એઇમ્સ, જનાના હોસ્પિટલ સહિતના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. સાત જાહેર કાર્યક્રમો ઉપરાંત તા.૧૧-૧૦-૨૦૨૨ના જામકંડોરણા ખાતે સભા સંબોધીને રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે તેઓએ ભાજપના જુના કાર્યકરોને સહપરિવાર બોલાવીને મળ્યા હતા.
૨૦૧૪ પૂર્વે તેઓ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે સતત રાજકોટની ચિંતા કરી હતી અને રાજકોટમાંથી ચૂંટાઇને પ્રથમવખત ધારાસભ્ય અને મુખ્યમંત્રી બન્યાનું ઋણ ખાસ યાદ રાખીને ઉતારવા પ્રયાસ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન પણ તેમણે અનેક વખત રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી અને રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અનેક પ્રોજેક્ટ્સનું તેમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. સમારોહ અને કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત તેમણે અનેક વખત તેમના પ્રવચનોમાં રાજકોટનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ગઇકાલે રાજકોટમાં યોજાયેલી જાહેર સભામાં પણ તેમણે પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કરતા રાજકોટની તાસીરને જાણતા ઉદગારો ગુજરાતીમાં કર્યા હતા કે અહીં આપણે રાજકોટમાં સોનીઓનું કામ ખુબ મોટું છે...તે પૂર્વે ચંદ્રયાન વિશેની વાતચીત દરમિયાન પણ યાનના અમુક પાર્ટ્સ રાજકોટમાં બન્યાનું તેમણે જણાવ્યું હતું. થોડા દિવસો પૂર્વે જ આવાસોના લોકાર્પણ સમારોહ દરમિયાન રાજકોટના લાભાર્થીઓ સાથેની વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગાંઠિયા જલેબી ખાવા રાજકોટ આવીશ... દરેક વખતે સૂચક કહી શકાય તેવો રાજકોટનો ઉલ્લેખ પ્રધાનમંત્રી અનેક કાર્યક્રમો અને પ્રવચનોમાં કરતા રહે છે અને રાજકોટ સાથે તેમનો કાયમ યાદગાર નાતો છે તે દર્શાવતા પણ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech