વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તારીખ ૧૫થી ૧૭ સપ્ટેમ્બર ગુજરાત નો પ્રવાસ આખરી થઈ રહ્યો છે જેમાં ૧૫ અને ૧૬ એમ બે રાત તેઓ રાજભવન ખાતે રાત્રે રોકાણ કરશે આ દિવસો દરમિયાન તેઓ ચાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા છે મુખ્યત્વે તેઓ ગુજરાત રાયની પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરશે ઉપરાંત છેલ્લ ા કેટલાક સમયથી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં શ થયેલી યાદવાસસ્થળીને રોકવા માટે મહત્વની બેઠક બોલાવે તેવી સંભાવના છે. ઉપરાંત સ્થાનિક સ્વરાયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠકોનું આયોજન થાય તેવી શકયતા જોવાઈ રહી છે તેમની વિદાય પછી ગુજરાતના રાજકારણમાં કેટલાક બદલાવ આવે તેવી ચર્ચા એ જોર પકડું છે.
વડોદરામાં પુર સહિત રાયમાં ભારે નુકશાનથી થયેલી તારાજી અને સાંપ્રત સ્થિતિ અંગે રાજકીય, વહિવટી પાંખ સાથે સમીક્ષા બેઠક યોજશે તેમ મનાય છે. નરેન્દ્ર મોદી ૧૬મી સપ્ટેમ્બરે મેટ્રો રેલ પ્રોજેકટના બીજા તબક્કામાં ગાંધીનગર સેકટર–૧ થી ગિટ સિટી– મોટેરા ટનુ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદી ૧૫મી સપ્ટેમ્બરની સાંજે ગુજરાત આવશે. ૧૬મી સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનજી દ્રારા આયોજીત ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપો– ૨૦૨૪નો આરભં કરશે. બાદમાં તેઓ ગાંધીનગરના સેકટર ૧ અને ૨ નજીકના મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરીને ગિટ સિટી સ્ટેશન આવશે. ગિટ સિટીમાં રોકાણકર્તા, ફાઈનાન્સિયલ સર્વિસિર્સ અને માઈક્રોચિપ સહિતના ઉધામીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિટ સિટીથી તેઓ અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં રાય સરકાર દ્રારા આયોજીત સરકારી યોજના તેમજ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમને સંબોધશે. ત્યાંથી તેઓ પરત રાજભવન જશે.
તા.૧૭મી સપ્ટેમ્બરે તેમના ૭૪માં જન્મદિવસે સવારે નવેક વાગ્યે અમદાવાદથી દિલ્હી જશે. આમ, ૧૫ અને ૧૬મી સપ્ટેમ્બર દરમિયાન બે રાત્રીના રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે રાયમાં પુર અને તેનાથી સર્જાયેલી તારાજી સંદર્ભે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ મુખ્યસચિવ તેમજ ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી સમીક્ષા– માર્ગદર્શન કરે તેવી સંભાવના છે. એક અંદાજ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં કેટલા ફેરફારો આવે તેવી શકયતા જોવાઈ રહી છે આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવશે જેમાં સ્થાનિક રાજકારણને મહત્વ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech