વડાપ્રધાન મોદી ૩૧મી ઓકટોબરે કેવડિયા આવે તેવી સંભાવના

  • August 21, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ ઓકટોબરે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા આવે તેવી શકયતા છે જેને લઈને ગઈકાલે કેન્દ્રીય ગૃહ સચિવ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.સરદાર જયંતીને રાષ્ટ્ર્રીય એકતા દિવસ તરીકે ઉજવવામા આવે છે.૨૦૧૪ થી સમગ્ર દેશ આ દિવસને એકતા દિવસ તરીકે ઉજવે છે. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી પછી અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા ગયા. તે સમયે આપણા લોખંડી પુષ સરદાર વલ્લ ભભાઈ પટેલે થોડા દિવસોમાં જ ૫૫૦ થી વધુ રજવાડાઓને એક કરીને ભારતનો નકશો બનાવવાનું કામ કયુ હતું.ગઈકાલે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લ ાએ કેવડિયાની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે પરેડના સ્થળનું નિરીક્ષણ કયુ હતું. તેમણે રાયના સિનિયર અધિકારીઓ સાથે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુકત બેઠક યોજી સૂચનો કયા હતાં.
લોખંડી પુષ તરીકે ઓળખતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લ ભભાઈ પટેલની જન્મજયંતીને દેશમાં રાષ્ટ્ર્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગત વર્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નમનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન મોદીએ સરદાર વલ્લ ભભાઈ પટેલની જન્મજયંતિ પર લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.દર વર્ષે વડાપ્રધાન મોદીની હાજરીમાં પરેડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ક૨વામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે


વિધાનસભા સંકુલને લોખંડી સુરક્ષા
લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી મળી રહ્યું છે આ સત્ર પૂર્વે ગઈકાલે સાંજે સુરક્ષા ને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયના પાટનગરમાં આજથી પોલીસ પહેરો જોવા મળશે. વિધાનસભાનુ ચોમાસુસત્ર શ થતુ હોવાથી તમામ ધારાસભ્યો સહિતના નેતાઓ ગાંધીનગરમાં જોવા મળશે. વિધાનસભામાં ભાજપની જંગી બહત્પમતી બાદ ત્રણ દિવસનુ સત્ર આજ થી મળશે. ગુજરાત વિધાનસભાનું આજથી ત્રિદિવસીય ચોમાસુસત્ર શ થઈ રહ્યુ છે. ગાંધીનગર શહેર સ્થિત સચિવાલય સંકુલને લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત રેજની પોલીસને બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવી છે. ભાજપની બહત્પમતિ હોવા છતા વિધાનસભા સત્ર દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ સામે ના આવે તે માટે ૩૭૯ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેશે.જિલ્લ ા પોલીસ વડા ૨, ડીવાયએસપી ૬, પીઆઇ ૧૫, પીએસઆઇ ૬૦, પોલીસ કર્મચારી ૩૫૦, ૩ એસઆરપીની ટૂકડી સહિતના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ફાળવાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application