વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના લોકોને મોટી ભેટ આપી છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે તેમના સ્વાગત માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી. 12 જૂને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાનની આ રાજ્યની પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદીએ મહિલાઓ માટે રાજ્ય સરકારની સામાજિક કલ્યાણ યોજના (સુભદ્રા યોજના) શરૂ કરી. તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે.
પીએમ મોદીનો કાર્યક્રમ
મળતી માહિતી મુજબ PM મોદી સવારે 11 કલાકની આસપાસ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી તે ગડકાણા ગામ ગયા હતા. અહીં તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પછી તેઓ જનતા મેદાન પહોંચ્યા. અહીંથી તેમણે સુભદ્રા યોજના શરૂ કરી. તેમણે રૂ. 2,871 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ અને રૂ. 1,000 કરોડના હાઇવે પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા હતા.
કડક સુરક્ષા વ્યવસ્થા
પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યની રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ માટે 500 અધિકારીઓ સહિત 3000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર સંજીવ પાંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન જે માર્ગો પરથી પસાર થશે તે તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. કુલ 11 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી), 22 એડિશનલ ડીસીપી, 66 એસીપી, 100 ઇન્સ્પેક્ટર અને 300 અન્ય અધિકારીઓ સહિત સુરક્ષા દળોની 81 પ્લાટુન (દરેક 30 કર્મચારી) અને 500 હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech