બેડી વાછકપરની પ્રાથમિક શાળાના શિક્ષકે છ બાળા સાથે કર્યા અડપલાં

  • January 06, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા બેડી વાછકપર ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. અહીં ગામમાં આવેલી પ્રાથમીક શાળાનો શિક્ષક વિધાર્થીનીઓને મોબાઈલમાં અશ્ર્લીલ વિડીયો બતાવતો હતો. રીસેસ ટાઈમમાં બાળાઓને ગાર્ડનમાં લઈ જઈ પેન્ટ કાઢી ગુાગં બતાવી કુચેષ્ટ્રા કરતો હતો. શિક્ષકની આ નીચ હરકતનો ભોગ બનેલી બાળાએ વાલીને જાણ કરતા વાલી ચોંકી ગયા હતા. બાદમાં માલુમ પડયું હતું કે, આ નરાધમ શિક્ષકે આ પ્રકારે છ બાળાઓ સાથે બિભત્સ અડપલા કર્યા છે જેથી આ બાળાના વાલીઓ, ગામના સરપચં સહિતનું ટોળું કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને શિક્ષક કમલેશ અમૃતિયા સામે ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગુરૂ અને શિષ્યના સંબંધોને કલંકીત કરતી આ ઘટનાને લઈ નરાધમ શિક્ષક પ્રત્યે ફીટકારની લાગણી વરસી જવા પામી છે.
જધન્ય બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરની ભાગોળે આવેલા બેડી વાછકપર ગામે આવેલી પ્રાથમીક શાળામાં ધો.૫ની વિધાર્થીનીઓ સાથે શિક્ષક કમલેશ અમૃતિયાએ બિભત્સ અડપલા કર્યા હોવાની ફરિયાદ સાથે આજરોજ ભોગ બનનાર આ બાળાઓના વાલી તેમજ ગામના સરપચં સહિતનાઓ કુવાડવા રોડ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. વાલીઓએ જણાવેલી વિગત મુજબ ધો.૫ના શિક્ષક કમલેશ અમૃતિયાએ શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી. આ શિક્ષક ચાલુ કલાસે વિધાર્થીનીઓને મોબાઈલમાં અશ્ર્લીલ વિડીયો બતાવતો હતો બાદમાં રીેસેસ સમયે શાળાની પાછળ આવેલ ગાર્ડન કે જયાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં લઈ જઈ પોતાનું પેન્ટ કાઢી ગુાગં બતાવી કુચેષ્ટ્રા કરતો હતો. આ અંગે ભોગ બનનેાર એક વિધાર્થીનીએ વાલીને જાણ કરતા શાળાએ જઈ તપાસ કરતા માલુમ પડયું હતું કે, આ શિક્ષકે આ પ્રકારે છ જેટલી બાળાઓ સાથે આવું કૃત્ય આચયુ છે જેથી વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી અને તેઓ કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચી નરાધમ શિક્ષક સામે ગુનો નોંધવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી. આ બાળાઓના કાઉન્સેલીંગ માટે ૧૮૧ની ટીમ પણ પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ પી.બી.રજયાએ જણાવ્યું હતું કે, હાલ આ બાબતે ભોગ બનનાર વિધાર્થીનીઓ અને તેના વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેની ખરાઈ કર્યા બાદ શિક્ષક સામે ગુનો નોંધવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application