ભાવનગર યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન (પી.જી.) સેમેસ્ટર-૧ની ૬૨૭૦ બેઠક પર એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા આગામી તા.૨૨ પછી આરંભ થવાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.ભાવનગર યુનિ.ના પી.જી.એડમિશન મામલે ભાવનગર યુનિ.ના નોડલ ઓફિસર, કુલસચિવ અને એકેડેમિક વિભાગના વડાની બેઠક આગામી તા.૨૨ના કેસીજી અમદાવાદ ખાતે બોલાવાઈ છે, જેમાં જીકાસ મારફત એડમિશન પ્રક્રિયાના નિયમો અંગે વિચારવિમર્શ કરવામાં આવશે.બાદમા પી.જી.ના વિવિધ કોર્સમા પ્રવેશની પ્રક્રિયા ચાલુ કરાશે.
આ અંગે મળતી માહિતી મુજબ એમ.એ., એમ.કોમ., એમ. એસસી, એમ.એસસી.(આઈ.ટી.), એમ.એડ, એમએસડબલ્યુ, એલએલએમ સહિતના કોર્સમા તેમજ પી.જી. ડિપ્લોમાં અભ્યાસક્રમોની પ્રથમ સેમેસ્ટર માટે એડમિશન મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સંચાલિત, સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર અને ઓટોનોમશ સંસ્થાની બેઠકો માટેની શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા ભાવનગર યુનિ સહિતની રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફ્ત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનુ આયોજન ગોઠવાઈ રહ્યુ છે.
એમ. કે.ભાવનગર યુનિ.માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પી.જી.ડિપ્લોમા કોર્સમા કુલ ૭૨૦ બેઠક ઉપલબ્ધ હોવાનુ યુનિ.ના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યુ હતું.ભાવનગરનો વિદ્યાર્થી ભાવનગર યુનિવર્સિટીમા જ એડમિશન લઈને આગળ અભ્યાસ કરે તેવી ઈચ્છા યુનિ.ના કુલપતિ ડો.રામાનુજએ વ્યક્ત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. ભાવનગર યુનિ.ના પી.જી.ના કોર્સમા એડમિશન માટે આગામી તા.૨૨ના મળનારી બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અર્થાત ૨૨મી પછી પી.જી.મા એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ શકશે.તેમ યુનિ.ના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યુ હતું. એડમિશન પ્રક્રિયા ચાલુ થયા બાદ વિદ્યાર્થીની પસંદગી મુજબ જે તે ભવન, કોલેજ, પી.જી. સેન્ટર, પી.જી.ડીપ્લોમાં સેન્ટરમાં મેરીટ મુજબ પ્રવેશ મેળવવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech