સમગ્ર જિલ્લ ામાં ખેતી અને બિનખેતી વિષયક દબાણ દૂર કરવાની તત્રં દ્રારા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકાનાં ધોકડવા ગામનાં જુદા–જુદા ગૌચર સર્વે નંબરોની અંદાજે ૮૦૦ વિઘા જમીનમાં થયેલ ખેેેતી–બીનખેતી વિષયક દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બે દિવસમાં કુલ ૨૫૭ વિઘા, જમીન ખુલ્લ ી કરાવવામાં આવી છે. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂા.૨૮૫ કરોડ થવા જાય છે.
વિશેષમાં દબાણવાળી જગ્યા પર આશરે ૧૮૧ જેટલાં દેવીપૂજક અને અન્ય સમાજનાં રહેણાંક કાચા મકાન–ઝુંપડા બાંધવામાં આવેલ છે તેને દુર કરવામાં આવશે નહિં પરંતુ તેઓ તમામને સરકારની મફત જમીન–પ્લોટ ફાળવવા બાબતની યોજના અંતર્ગત નવેસરથી ઉપલબ્ધ જગ્યાએ ટૂંક સમયમાં જ પુન:વસાવવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કામગીરી જરી પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનાં કર્મચારી–અધિકારીની હાજરીમાં હાલ ખેતી તથા બાગાયત પ્રકારનાં દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કુલ–૭ જેસીબી મશીન, ૩ ટ્રેકટર તથા ૫ ઈલેકટ્રીક કટરનો ઉ૫યોગ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech