રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ બ્રાન્ચની ટીમ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ત્રાટકી હતી અને દબાણરૂપ તેમજ નડતરરૂપ રીતે નિયમ વિરૂધ્ધ મુકાયેલા ૪૧૦૮ બોર્ડ અને બેનર તેમજ ૧૦૫ રેંકડીઓ જપ્ત કરી કુલ રૂ.૮.૪૭ લાખના દંડની વસુલ્યો હતો.
વિશેષમાં મ્યુનિ.દબાણ હટાવ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતરરૂપ ૧૦૫ રેકડી જપ્ત કરી હતી.
પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ પરથી જુદીજુદી અન્ય ૬૯૮ ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી.
કોઠારીયા રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી ૬૮૦૬ કિલો શાકભાજી-ફળ જપ્ત કર્યા હતા.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસેથી રૂ.૫,૭૩,૮૫૦નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કર્યું હતું.
૮૦ ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૭૪,૦૧૦નો દંડ વસુલ કર્યો હતો.
કાલાવડ રોડ, યુનિ.રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, યુનિ.રોડ ઉપરથી ૪૧૦૮ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech