વાવડી, કણકોટ અને ઘંટેશ્વવરમાં આગામી સપ્તાહે કલેકટર તંત્રની દબાણ હટાવ ઝુંબેશ

  • November 25, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીના તહેવારો પૂરા થયા પછી હવે દબાણ હટાવની કામગીરી પૂરજોશ થી શરૂ કરવા માટેની સૂચના મળતાની સાથે જ રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા કણકોટ , વાવડી અને ઘંટેશ્વરમાં આગામી સપ્તાહથી ઓપરેશન શરૂ થનાર હોવાનું જાણવા મળે છે.તાલુકા મામલતદાર કચેરી માંથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર, કણકોટ અને વાવડીમાં સરકારી જમીન પર ક્યાં કેટલું દબાણ થયું છે તેનો સર્વે પૂરો થઈ ગયો છે અને આગામી સપ્તાહે રહેણાંક મકાનો કોમર્શિયલ બાંધકામો અને કાચા પાકા ઝુપડા વંડા વગેરેનું બાંધકામ તોડી પાડવા માટે આયોજન ગોઠવાઈ રહ્યું છે. મોરબી રોડ પરના વિજયનગરમાં રહેણાંક મકાનો નામે મોટું દબાણ થયું છે તે તોડી પાડવાની કામગીરી ઘણા સમયથી અટકીને પડી છે. આ ઉપરાંત વિજયનગરમાં રોડ સાઈડની જગ્યામાં કોમર્શિયલ બાંધકામો પણ થઈ ગવાનું ધ્યાને આવતા આ તમામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. કલેક્ટર તંત્રના ટોચના અધિકારીઓ સાથે આ સંદર્ભે વાતચીત થઈ ગઈ છે અને હવે દબાણ હટાવની કામગીરી પૂરજોસ થી શરૂ કરાશે.
દબાણ હટાવની કામગીરી વખતે ટોળા ભેગા થઈ જતા હોય છે અને ઘણી વખત માથાજીક ના બનાવો પણ બનતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અગાઉથી પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવશે અને પોલીસ તરફથી જ્યારે બંદોબસ્ત આપવામાં આવશે ત્યારે બુલડોઝરની મદદથી આવા બાંધકામો તોડી પડશે.સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં દબાણ હટાવની કામગીરી થતી નથી. પરંતુ કણકોટમાં એન્જિનિયરિંગ કોલેજ પાસે એક પૂર્વ સરપંચ દ્વારા મોટા પ્રમાણમાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરાયું હતું. આ વાતને ધ્યાનમાં રાખી દિવાળીના આગલે દિવસે ત્યાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application