પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ આજે શિક્ષકદિન નિમિત્તે પોતાના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આજે શિક્ષકદિને મારા બધાજ શિક્ષકોને હૃદયથી વંદન, આજે જે જવાબદારી મળી છે તે સ્કૂલના શિક્ષકો એમ.ઇ.એમ.સ્કૂલના શિક્ષકોને યાદ કરવા ગમશે, ચંપાબહેન દત્તાણી આચાર્યા, રંજનબેન મહેતા, તન્ના ભાઇ, લક્ષ્મીબેન ખુદાઇ, દેવયાની બેન, પ્રવીણભાઇ, કીબેન છાંયા વગેરે આ શિક્ષકોએ બચપણથી લીડરશીપના ગુણોનું મારામાં સિંચન કર્યુ અને આશીર્વાદ આપ્યા એ માટે ભાગ્યશાળી સમજુ છું કે નગરપાલિકા સંચાલિત શાળામાં અક્ષરજ્ઞાન લઇ અને શહેરની નગરપાલિકાના પ્રથમ નાગરિકની જવાબદારી મળી એ શ્રેય શિક્ષકોને, માતાને અને શુભેચ્છકોને જાય છે. આ ફોટો બચપણના ધોરણ ૬ કે ૭નો છે જેમાં મારા શિક્ષક પ્રવીણ દાસાણી છે. બાજુમાં વિદ્યાર્થીની ચેતના, મીનલ, અલ્પા, જાગૃતિ, સંધ્યા, હીના, પલ્લવી, ઉમેશ, રાજેશ, સુનીલ, કેતન વગેરેને ચેતનાબેન તિવારીએ યાદ કર્યા હતા અને પોતાની બચપણની તસ્વીર પણ શેર કરી હતી (તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech