મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200 મા જન્મોત્સવ - જ્ઞાન જ્યોતિ પર્વ - સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે ક્ધયા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કયર્િ હતા.
યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોથી પરિચિત થયાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.
યશસ્વી પ્રધાઙ્ગમંત્રી આ દેશઙ્ગે મળ્યા એ મોટી વાત છે, રશિયા અઙ્ગે યુક્રેઙ્ગ યુધ્ધ સમયે વડાપ્રધાઙ્ગ મોદીએ બન્ને દેશ સાઙ્ખે વાત કરી યુધ્ધવિરામઙ્ગી વાત કરી હતી. તેમઙ્ગી મંત્રણાઙ્ખી 20 હજાર દિકરા-દિકરીઓ તિરંગા સાઙ્ખે ભારત ઙ્કરત ફયર્િ જેમાં ફકત ભારત જ ઙ્ગહીં ઙ્કાકિસ્તાઙ્ગઙ્ગા બાળકોએ તિરંગા હાઙ્ખમાં લઈ ભારતઙ્ગી શરણ મેળવી હતી તેમ આજે ટંકારાઙ્ગા કાર્યક્રમ દરમિયાઙ્ગ રાજ્યઙ્કાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું.
ટંકારા ખાતે 15 એકરમાં નિમર્ણિ પામનારા જ્ઞાન જ્યોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર, સ્કૂલ, પુસ્તકાલય, રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્ર નિમર્ણિ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચિત્રોમાં અને તેમની સાથે જોડાયેલા ઐતિહાસિક સ્મૃતિ સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નારી શિક્ષા અને મહિલા સશક્તિકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દશર્વિવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આર્ય સમાજના સુરેશચંદ્ર આર્ય, પદ્મશ્રી પૂનમ સુરી, વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, અજય સહગલ, પ્રકાશ આર્ય સહિતના અગ્રણીઓ, આર્ય સમાજ સંસ્થાનના ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો અને કાર્યકતર્ઓિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ઉષ્માભેર આવકાયર્િ હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથેની સ્મૃતિ સમૂહ તસ્વીરમાં અંકિત કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech