પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એક અગત્યનું શિરમોર છોગુ ગણાતા રાષ્ટ્ર્રપતિ ચંદ્રક વિજેતા થવાની કર્મચારીઓથી લઈ અધિકારીઓમાં અનેરી ઈચ્છા હોય છે. સ્વાતંય પર્વ ૧૫મી ઓગષ્ટ્ર પુર્વે જાહેર થયાના પ્રેસીડેન્ટ એવોર્ડ પસંદગી લીસ્ટમાં રાજકોટ શહેરના ડીસીપી સનસિંહ પરમાર તેમજ એન્ટી કરપ્શન બ્યુરોના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલનો સમાવેશ થયો છે. ગુજરાત પોલીસ વિભાગના ૨૫ અધિકારી–કર્મચારીને રાષ્ટ્ર્રપતિ ચંદ્રક એનાયત થશે.
રાજકોટ શહેર પોલીસમાં ઝોન–૧ ડીસીપી તરીકે ફરજ બજાવતા ત્રાપજ ગામના વતની સનસિંહ પરમાર ડીસીપીના કાર્યકાળ પુર્વે રાજકોટ શહેરમાં એસીપી પણ રહી ચુકયા છે. તેઓની આ વખતે પ્રેસીડેન્ટ એવોર્ડમાં પસંદગી થઈ છે. જયારે એન્ટી કરપ્શન બ્યુરોમાં રાજકોટ એકમના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ભાવનગરના ત્રાપજ ગામના વતની કૃષ્ણકુમારસિંહ એચ. ગોહિલ પણ આ મહત્વના ચંદ્રક માટે સિલેકટ થયા છે. એક જ ગામના બબ્બે અધિકારી રાષ્ટ્ર્રપતિ ચંદ્રક માટે પસંદગી પામતા ગ્રામજનોમાં પણ આનદં છવાયો છે.
પોલીસ બેડામાં બાહોશ અને પોતાની એક અલગ ઉમદા છાપ ધરાવતા કે.એચ.ગોહિલ ૨૦૦૧માં પોલીસ ડીપાર્ટમેન્ટમાં પીએસઆઈથી સિલેકટ થઈને પોતાની કારકીર્દી આ વિભાગમાં આગળ વધારી હતી. તેઓએ બિલખામાં પીએસઆઈના પ્રારંભીક કાર્યકાળ દરમિયાન ઉનાની સિંહના શિકાર કરનાર ગેંગને શોધવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. અમદાવાદ રૂરલ એલસીબીમાં ફરજકાળ દરમિયાન અનેક આંતરરાય ગુનાઓ પોતાની આગવી સૂઝબુઝ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી ઉકેલ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં પણ તેઓએ વણઉકેલ ગુનાઓ ભેદયા હતા. જસદણ પંથકના એક ગામમાં વૃધ્ધાની સળગેલી લાશ જે તે સમયે આકસ્મીક મોત તરીકે જાહેર થઈ હતી પરંતુ બાતમીદારોનું બહોળુ નેટવર્ક ધરાવતા કે.એચ.ગોહીલને આ વૃધ્ધાના મોત સંદર્ભે મહત્વની એક કડી મળી હતી જે ખરેખર આકસ્મીક મોત નહીં પરંતુ વૃધ્ધાને પાડોશમાં રહેતી મહિલાએ પ્રેમીને પામવા માટે સળગાવી દીધાનો રહસ્યમય ઘટસ્ફોટ થયો હતો. આ મહિલાને મોબાઈલમાં મીસકોલ થકી રાણાવાવ પંથકના ટ્રક ચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો અને પતિ અને અન્યોને ગેરમાર્ગે દોરવા તથા ફસાવવા માટે મહિલાએ વૃધ્ધાને પોતાના કપડા પહેરાવીને સળગાવી દીધી હતી અને વૃધ્ધાના પરિવારને ફસાવી દીધો હતો.
ત્યાર બાદ કે.એચ.ગોહીલ રાયની મહત્વની ગણાતી એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ (એટીએસ)માં પીઆઈ તરીકે મુકાયા હતા. ત્યાં પણ તેઓએ મહત્વની કામગીરી નિભાવી હતી. આ ઉપરાંત એસીબીમાં પોસ્ટીંગ થતાં તેઓના હાથે અનેક લાંચીયા કર્મચારીઓ, અધિકારીઓ સપડાયા છે. ખેત તલાવડીનું મોટું કૌભાંડ પણ ગોહીલની રાહબરીમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં ટીઆરપી ગેમઝોન અિકાંડમાં પુર્વ ડીપીઓ સાગઠીયાની તપાસ માટે રાય લેવલે એસીબીના પાંચ સભ્યોની બનેલી કમીટીમાં પણ ગોહીલનો સમાવેશ થયો હતો. થોડા દિવસ પહેલા જ તેઓ ડીજીપી ડીસ્ક ૨૦૨૩થી સન્માનીત થયા છે. છેલ્લ ા પખવાડીયામાં લાંચીયા પોલીસમેન અને બે દિવસ પહેલા ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ મારૂને એસીબીની જાળમાં ચબરાક રીતે રંગે હાથ પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech