રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિજ્ઞાન ભવનમાં ૮૨ પસદં કરેલા શિક્ષકોને 'ટીચર એવોર્ડ ૨૦૨૪'થી સન્માનિત કરશે. આ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પોલિટેકનિકના ૧૬ શિક્ષકોની પણ પસંદગી કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે યારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને પણ પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આ એવોર્ડ માત્ર શાળાના શિક્ષકો પૂરતો જ સીમિત હતો. હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પોલિટેકનિક માટે પણ બે કેટેગરીના પુરસ્કારોની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દર વર્ષે ૫ સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને રાષ્ટ્ર્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્ર્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશમાં શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય એવા શિક્ષકોનું સન્માન કરવાનો છે કે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્રારા માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યેા નથી પરંતુ વિધાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
આ વર્ષે શિક્ષકોની પસંદગી ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્રારા કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં જિલ્લા, રાય અને રાષ્ટ્ર્રીય સ્તરે શિક્ષકોની પસંદગીનો સમાવેશ થાય છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્ર્રીય સ્તરની ઉજવણીનું આયોજન કરે છે. સખત, પારદર્શક અને ઓનલાઈન પસંદગી પ્રક્રિયા દ્રારા પસદં કરાયેલા દેશના શ્રે શિક્ષકોને રાષ્ટ્ર્રીય પુરસ્કારો આપવામાં આવે છે. રાય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, સ્થાનિક સંસ્થાઓ અને રાય વિસ્તાર બોર્ડ દ્રારા સંલ, સંચાલિત અને માન્યતા પ્રા શાળાઓમાં કામ કરતા શિક્ષકો અને શાળાના વડાઓ આ પુરસ્કાર માટે પાત્ર છે. કેન્દ્ર સરકારની શાળાઓ, એટલે કે કેન્દ્રીય વિધાલયો, જવાહર નવોદય વિધાલય, સંરક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સૈનિક શાળાઓ, એટોમિક એનર્જી એયુકેશન સોસાયટી દ્રારા સંચાલિત શાળાઓ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ. આદિજાતિ બાબતોની શાળાઓ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એયુકેશન અને કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન્સ સાથે જોડાયેલી શાળાઓ પણ પાત્ર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech