અખિલ ભારતીય આહિર સમાજ ખાતે ઈન્દ્રેશજી મહારાજની શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રી ગિરધર લાલજીના પંચમ જન્મોત્સવ નિમિત્તે યોજાનાર ભાગવત સપ્તાહમાં વ્યાસસ્થાનેથી પ્રસિધ્ધ ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. તા.૧૧થી ૧૭ જાન્યુઆરીથી સવારે ૧૦.૦૦થી બપોરે ૧.૦૦ સુધી ચાલનાર ભાગવત કથામાં વિવિધ ધર્મોત્સવો ઉજવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત દરરોજ યોજાનાર સંધ્યા ઉત્સવોમાં તા.૧૧મીએ પ્રથમ દિવસે બ્રજ દ્વારિકા મિલન મહોત્સવ, તા.૧૨ના બીજા દિવસે ગોચારણ મનોરથ, તા.૧૩મીએ તૃતીય દિવસે સાંજી મનોરથ, તા.૧૪મીએ ચતુર્થ દિવસે શ્રી લાલજી જન્મોત્સવ, તા.૧૫મીએ દિવ્ય ગરબા રાસ, તા.૧૬ મીએ હટરી, ગીરીરાજ પૂજન, છપ્પન ભોગ જેવા ઉત્સવો ઉજવવામાં આવ્યાં તથા રહેતા કાર્યક્રમ ઉજવવામાં આવશે.
આ ધર્મોત્સવમાં દેશના પ્રમુખ ધાર્મિક વડાઓ હાજરી આપશે. જે અંતર્ગત આજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકા પધાર્યા હતા. સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં શ્રીજીના દર્શન કર્યા હતા. વારાદાર પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ કથા મંડપમાં જઈ અને વ્યાસપીઠના દર્શન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech