આવકવેરા વિભાગે એવા ૫૦૦ કેસોની ઓળખ કરી છે જેમાં ભારતીયોએ દુબઈમાં સ્થાવર મિલકતો ખરીદી છે પરંતુ તેને જાહેર કરી નથી. ટેકસ વિભાગ આ મામલામાં મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીમાં ટેકસ ડિપાર્ટમેન્ટ દ્રારા પાડવામાં આવેલા દરોડામાં ૭૦૦ કરોડ પિયાથી વધુના વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે જે બિનહિસાબી છે.
અહેવાલ મુજબ ઈન્કમ ટેકસ વિભાગની દિલ્હી સ્થિત ઈન્વેસ્ટિગેશન વિંગે એક ડઝનથી વધુ સર્વે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે જેમાં દુબઈમાં ૪૩ અઘોષિત સંપત્તિના પુરાવા મળ્યા છે. માત્ર દિલ્હીમાં જ ૭૦૦ કરોડ પિયાની કરચોરીનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો આ તપાસ સમગ્ર દેશમાં ફેલાઈ જાય તો ટેકસ ચોરીનો આ મામલો હજારો કરોડ પિયા સુધી પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગે દુબઈમાં ભારતીયો દ્રારા ખરીદેલી અઘોષિત સ્થાવર મિલકતો સંબંધિત ૫૦૦ થી વધુ કેસ શોધી કાઢા છે, જેમાં વિભાગ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
તાજેતરમાં જ જર્મનીએ પશ્ચિમ એશિયામાં ભારતીયોની સંપત્તિનો ડેટા ભારત સાથે શેર કર્યેા છે. આ ડેટા બંને દેશો વચ્ચે ડબલ ટેકસેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ હેઠળ માહિતીની આપ–લેના માળખા હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦૦થી વધુ ભારતીય નાગરિકોની માલિકીની મિલકતો શોધી કાઢવામાં આવી છે. જો કે, જર્મન સત્તાવાળાઓને આ માહિતી કેવી રીતે મળી તે સ્પષ્ટ્ર નથી.
દિલ્હીમાં આવકવેરા વિભાગના દરોડા દરમિયાન, કરદાતાઓએ અઘોષિત રોકડમાં . ૧૨૫ કરોડથી વધુનું રોકાણ કયુ હોવાનું સ્વીકાયુ છે. આવકવેરા વિભાગને રોકડ ચુકવણી અને ખરીદીની બોગસ રસીદો અને રેકોર્ડ મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે. વિભાગ વિદેશમાં બિનહિસાબી રોકડ જમા કરાવવાના માર્ગેા, અઘોષિત રોકડ જમા અને તેમાં કાળા નાણાની સંડોવણીની શકયતાઓની તપાસ કરી રહી છે. ટેકસ વિભાગ આ કેસમાં આવકવેરા અધિનિયમ અથવા બ્લેક મની એકટ હેઠળ પગલાં લેવાનું પણ વિચારી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech