ચોમાસુ સાં જતાંની સાથે જ રાજકોટ શહેરના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો ચમકારો જોવા મળતા રાજકોટ મહાપાલિકા તંત્રની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા વિવિધ ટીપી સ્કિમોના વેચાણ હેતુના અનામત પ્લોટોનું જાહેર હરાજીથી વેચાણ કરવા માટે વિચારણા શ કરવામાં આવી છે, બે વર્ષ પૂર્વે જાહેર હરાજી થી વિવિધ પ્લોટસનું વેચાણ કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હતી ત્યારબાદ હરાજી મોકૂફ રહી હતી હવે લેન્ડ ડિસ્પોઝલ કમિટી ની મીટીંગ યોજી સાંપ્રત સમય અનુસાર ના નવી અપસેટ પ્રાઇસ નક્કી કરીને પશ્ચિમ રાજકોટના પોશ વિસ્તારો અમીન માર્ગ, નાનામવા રોડ, યુનિવર્સીટી રોડ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં આવેલા કરોડો પિયાની કિંમતના પ્લોટસની હરાજી કરવા વિચારણા શ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં વિશ્વસનીય મ્યુનિ.સુત્રોમાંથી પ્રા માહિતી મુજબ, ટીપી સ્કીમમાં મળેલા વેચાણના હેતુના પ્લોટની હરાજી માટે સરકાર પાસે મંજુરી માંગવાની રહેતી નથી. આથી હવે ટુંક સમયમાં નવ પ્લોટની હરાજી મનપા દ્રારા કરવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થાય તેવી પુરી સંભાવના છે.
મિલ્કતવેરા અને એફએસઆઇ વેંચાણની આવકમાંથી મહાપાલિકા તંત્રનો પગાર ખર્ચ માંડ નિકળી રહ્યો છે તેથી મોટા પ્રોજેકટસ માટે ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડે છે. યારે મહાપાલિકા પોતાને મળેલા અલગ અલગ હેતુના પ્લોટનું જાહેર હરરાજીથી વેંચાણ કરી આવક મેળવે છે, જેમાં બે વર્ષ પહેલા અલગ અલગ સ્થળે આવેલા નવ પ્લોટના વેચાણ માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અંદાજે કુલ .૪૧૬ કરોડની અપસેટ પ્રાઇસના જમીનના વેચાણ થકી આવક ઉભી કરવાનો હેતુ હતો તેના માટે સરકાર પાસે મંજુરી માંગવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અકળ કારણોસર કોઇ નિર્ણય નહીં આવતા હરરાજી મોકૂફ રહી હતી.
મહાપાલિકા દ્રારા અગાઉ નાનામવા ચોક ખાતે આવેલ અંદાજે .૧૧૦ કરોડની અપસેટ પ્રાઇસના પ્લોટની હરાજી કરવામાં આવેલ પરંતુ ખરીદનારે સમયસર પેમેન્ટ ન કરતા અંતે આ પ્લોટનો સોદો રદ કરવામાં આવ્યો હતો.
બે વર્ષ પૂર્વે નવ મ્યુનિ.પ્લોટસનું હરાજીથી વેચાણ થનાર હતું, બાદમાં મોકૂફ રહ્યું'તું
૧.અમિન માર્ગ કોર્નર ૪૬૬૯ ૭૧
૨.પાઠક સ્કૂલ પાસે ૬૧૪૩ ૫૬.૫૭
૩.નાનામવા–ધોળકિયા સ્કૂલ પાસે ૫૦૬૭ ૪૩.૦૭
૪.શિલ્પન ઓનિકસ પાસે ૧૦૫૫૪ ૮૩.૧૬
૫.ગંગોત્રી પાર્ક મેઇન રોડ ૪૫૩૮ ૩૮.૫૭
૬.યુનિ.રોડ કિડની હોસ્પિ.પાસે ૬૯૫૩ ૫૯.૧૦
૭.ગંગોત્રી પાર્ક મેઈન રોડ ૪૭૭૬ ૪૦.૫૯
૮.સવન સરફેસ રૈયા રોડ ૩૨૨૧ ૨૪.૧૫
૯.પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે ૨૯૮૫ ૨૫.૩૭
નવ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૪૮,૮૨૧ ચોરસ મીટર
નવ પ્લોટની કુલ અપસેટ પ્રાઇસ રૂા.૪૧૬ કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech