રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોકકસ વર્ગના લોકોની વસ્તી વધી રહી હોય આ મામલે અવારનવાર રજૂઆતો થઇ રહી હતી.
લોક રજુઆતો બાદ તાજેતરમાં દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ત્યારબાદ પિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના બબ્બે ધારાસભ્યો દ્રારા લોકમાગણી અનુસાર અશાંતધારો લાગુ કરવા વિસ્તારોના નામ સાથે રજૂઆત કરવામાં આવી હતી. તદઉપરાંત જયાં અશાંતધારો હાલમાં લાગુ છે ત્યાં આગળ પણ તેની સફળ અમલવારી થતી નહીં હોવાની ટકોર કરવામાં આવી હતી. બબ્બે ધારાસભ્યોની રજૂઆતો મળતા કલેકટર તત્રં હરકતમાં આવ્યું હતું અને રાજકોટ શહેરના ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્ત તૈયાર કરવાનું શરૂ કયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં કલેકટર કચેરીના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ જામનગર રોડને લાગુ રેલનગર વિસ્તાર, દક્ષિણ રાજકોટની મધ્યમાં આવેલા લમીનગર વિસ્તાર તેમજ દક્ષિણ રાજકોટમાં ગોંડલ રોડ ઉપરના રામનગર સહિતના વિવિધ ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. કોઠારીયા રોડ ઉપરના અમુક વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવા રજૂઆતો થઇ હતી. આથી કોઠારીયા રોડની અમુક સોસાયટીઓનો પણ અશાંતધારા હેઠળ સમાવેશ થાય તેવી પુરી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech