ઇન્ડિયા–ઈંગ્લેન્ડ ટીમના વેલકમ માટે હોટેલમાં તૈયારીઓનો ધમધમાટ

  • January 25, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૮મીએ ખંઢેરી સ્ટેડિયમમાં ત્રીજી ટી–૨૦ મેચ રમાશે: ઇન્ડિયન ટીમને સયાંજી હોટેલ અને ઈંગ્લેડની ટીમને ફોર્યુચ્યુન હોટેલમાં ઉતારો અપાશેઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
ઇન્ડિયા–ઈંગ્લેન્ડ વચ્ચેની ટી–૨૦ સિરીઝની ત્રીજી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં તા.૨૮ના સાંજે સાત વાગ્યે (ડે–નાઈટ) રમાનાર છે. મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. બંને ટીમ રોકાણ કરવાની છે એ ૧૫૦ ફટ રોડ પર આવેલી ફોચ્ર્યુન હોટેલ અને કાલાવડ રોડ પરની સયાંજી હોટેલમાં પૂર્વ તૈયારી કરવામાં આવી છે, બંને હોટેલ બહાર ટીમના પ્લેયર્સના હોડિગ્સ–સ્ટીકર લગાવવામાં આવ્યા છે જયારે હોટેલની અંદર પણ ક્રિકેટરોની થીમ જોવા મળી છે. જેને લઈને બંને હોટેલમાં અનેં આકર્ષણ જોવા મળી રહ્યું છે. આજની ચેન્નઈ ખાતેની બીજી ટી–૨૦ મેચ પુરી કરી ૨૭મીએ બપોરે સંભવત બંને ટીમ રાજકોટ આવી પહોંચશે, ઈંગ્લેન્ડની ટીમ માટે ફોચ્ર્યુન હોટેલમાં અને ઇન્ડિયાની ટીમ માટે સયાંજી હોટેલમાં વેલકમથી લઇ ભોજનમેનુ અને જરી સુવિધાઓ માટેની તમામ તૈયારીઓ શ કરવામાં આવી છે. ૨૮મીના ટી–૨૦ મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ ટિકિટના દર ડબલ હોવાથી કચવાટ પણ ફેલાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application