ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાની તૈયારીઓનો ધમધમાટ

  • November 09, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવનાથ ચોસઠ જોગણી ,ચોર્યાસી સિદ્ધો,બાવન પીર અને ૩૩ કરોડ દેવતાઓનો યાં વાસ છે તેવા ઐતિહાસિક ગિરનારની ફરતે દર વર્ષે પારંપરિક રીતે યોજાતી લીલી પરિક્રમાનો આગામી ૧૨ નવેમ્બર થી પ્રારભં થશે, કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે પાંચના બદલે ચાર દિવસ સુધી યોજાશે. પાંચ દિવસ સુધી યોજાતી પરિક્રમા ને વાતાવરણના લીલા વૈવિધ્ય સાથે જોડીને થતી હોવાથી આ યાત્રાને લીલી પરિક્રમા નામ અપાયું હોવાનું મનાય છે.
ગરવા ગિરનારની ગોદમાં વર્ષે દહાડે બે લોક પર્વ ઉજવાય છે મહાશિવરાત્રી મેળો અને ગિરનારની લીલી પરિક્રમા, શિવરાત્રીનો મેળો એ ધાર્મિક ભાવના અને આનંદનો સંગમ છે યારે લીલી પરિક્રમા નખશીષ ધાર્મિક ભાવના સાથે જોડાયેલી છે. તેનું ભાવિકોમાં અને મહાત્મય છે. દેશના ખૂણે ખૂણેથી નાના બાળકથી લઈ વયો વૃદ્ધ ભાવીકો ૩૬ કિલોમીટરની પરિક્રમા પગપાળા ચાલી પુણ્યનું ભાથું બાંધશે. આ પરિક્રમામાં ગરીબોથી લઈ મહેલોમાં રહેનારા લોકો એક જ પથં પર એક સંગાથે ચાલે છે. અહીં કોઈ નાત જાત ધર્મ ભેદભાવ થતો નથી અને પરિક્રમામાં આવતા લોકોને સેવાકીય કામગીરી કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે.
આગામી તા.૧૨ કારતક સુદ અગિયારસના મંગળવારથી શ થનાર લીલી પરિક્રમામાં પ્રારંભે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી પરિક્રમાનો પ્રારભં થાય છે. ગિરનાર ફરતે ચાર દિવસ અને ત્રણ રાત્રી સુધી ૩૬ કિલોમીટરના વિસ્તારમાં ભાવિકો પગ પાળા ફરી યાત્રાનો લહાવો માણસે. લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો દામોદર કુંડ ખાતે સ્નાન કરી ભવનાથ તળેટીમાં પાયતન પાસે રાવટી નાખી પ્રકૃતિના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ પરિક્રમાનો વિધિવત પ્રારભં કરશે. વીમા પ્રથમ પડાવ ભવનાથ તળેટીમાં જ હોય છે. ત્યારબાદ બારસના દિવસે સવારે બમ બમ ભોલે, જય ગિરનારી, જય ગુદત્તના પ્રચડં ઘોષ સાથે કામણગિરિધરાને ખુંદતા પરિક્રમાનો આનદં કરે છે. રમણીય પર્વતો વચ્ચે લીલી વનરાઈ માં ખડખડ વહેતા ઝરણા માંથી પસાર થતાં પંથને કાપતા કાપતા અને વન્ય સૃષ્ટ્રિ નિહાળતા પરિક્રમાથીઓ જીણાબાવાની મઢીએ પહોંચીને પરિક્રમાનો પ્રથમ વિસામો કરે છે.
કારતક સુદ તેરસના પરિક્રમાથીઓ યાત્રાળુઓ જીણાબાવાની મઢી એથી પરિક્રમા ના ત્રીજા દિવસનો આરામ કરે છે આ યાત્રા ત્યાંથી માળવેલા પહોંચે છે અને આ ભાગમાં રસ્તામાં ઘટાટોપ જંગલ આવે છે. માળવેલા ની જગ્યાએ નળ રાજાએ અર્ધ વક્ર દમયંતીનો ત્યાગ કર્યેા હોય તેવું કહેવાય છે. ભાવિકો આ જગ્યાએ ત્રીજા દિવસનો થાક ઉતારવા કુદરતના ખોળે મીઠી ઐંઘ લે છે. માળવેલા નો રસ્તો ટેકરીવાળો હોય તેની ફરતે ગીચ વૃક્ષો અને રસ્તામાંથી ખડખડ વહેતા ઝરણા સાથે પ્રકૃતિનો આનદં માણવો એક લહાવો બની રહે છે. ઐંચાઈ અને ટેકરી વાળો હોવાથી અહીં હૃદયના દર્દીઓને પણ થોડી ચડવામાં મુશ્કેલી પડી રહે છે.
માળવેલાથી યાત્રા સુરજ કુંજ પહોંચે છે સુરજકુંડ નજીક અગાઉ પરશુરામનો આશ્રમ હતો તેથી આ ક્ષેત્રને પરશુરામ સ્થળ પણ કહેવાય છે. ત્રણ દિવસનો ગિરિવર ગિરનારની પરિક્રમાનો થાક ઉતારીને ભાવિકો ગિરનાર પર્વતની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે અને બોરડીના વૃક્ષના સાનિધ્યમાં બિરાજતા બોરદેવી માતાજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. આ સ્થળે પ્રકૃતિનું કુદરતી સાૈંદર્ય ખરેખર માણવા લાયક છે.
બોરદેવીના સ્થાન નજીક લાખા મેડીનું સ્થાન છે આ જગ્યાએ ખોદકામ દરમિયાન એક સ્તંભ, પથ્થરની ખંડિત મૂર્તિઓ, પથ્થરની પેટી, સોના ચાંદીના અને તાંબાના ડાબલા, અને મહારાજ દ્ર સેન વિહારે  ભિક્ષુ સંધ્ય શબ્દ લખેલી મુદ્રાઓ પણ મળી આવી હતી. બોરદેવી ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ કાર્તિકી પૂનમના શુભદિને પાંચમા દિવસની યાત્રાખેડી પરિક્રમાથીઓ ભવનાથ તળેટી ખાતે પહોંચી શારીરિક ક્ષમતાની કસોટી કરતી ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણાહત્પતિ કરે છે.
લીલી પરિક્રમા યાત્રિકોના યાત્રાના દિવસો વખતે ખોરાક દવા અને ઉપયોગી તમામ સાધનો સાથે રાખે છે. વિરામ અને રાત્રી રોકાણ દરમિયાન લાકડાની ચૂલો સળગાવી ભોજન પકાવીને જમે છે. પરિક્રમા ની અંદર સેવાભાવી સંસ્થાઓ મારફતે દરેક જગ્યાએ યાત્રિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ભોજન ચા પાણી, નાસ્તા ની પણ સુંદર વ્યવસ્થા હોય છે. આખો દિવસ જય ગિરનારી ના નાદ સાથે સેવા ભાવિ સંસ્થાઓ દ્રારા રસોડું કાર્યરત કરી પ્રસાદ પીરસી લોકોની જઠ રાગની ઠરે છે.
ચાર દિવસ સુધી પગે ચાલીને થતી આ લીલી પરિક્રમા કરવી એટલે મોક્ષનું ભાથું બાંધીયા સમાન છે લીલી પરિક્રમા સાથે પ્રકૃતિ અને સાૈંદર્યને નજીકથી નિહાળવાનો અલભ્ય પણ માળવા મળે છે. પાંચ દિવસથી ગિરનાર પરિક્રમા ખૂબ જ કઠિન હોવાનું મનાય છે છતાં આસ્થા અને શ્રદ્ધાના સંગાથે અબાલ વૃદ્ધો સૌ કોઈ ભાવિકો લીલી પરિક્રમા હોસે હોસે ભાગ લેવા જોડાય છે. ધર્મ પ્રકૃતિ અને માનવ સ્નેહના ત્રિવેણી સંગમ સમય લીલી પરિક્રમામાં ભાગ લેવા દેશ દેશાવરમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે ગિરનારની પરિક્રમામાં વિવિધ પ્રદેશ જાતિના લોકોમાં ભાઈચારાની ભાવના સાથે પરસ્પર ઉપયોગી થયાની ભાવના નું પણ દર્શન કરાવે છે પરિક્રમાનો આનદં જીવનભરનો સંભાળો બની જાય છે એક વખત આવે તે વર્ષેા વર્ષ યાત્રાએ આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News