છેલ્લા દોઢેક વર્ષથી ટર્મ પૂરી થઈ જવા છતાં ચૂંટણી ન થવાના કારણે વહીવટદારોના શાસન હેઠળ રહેલી ૭૯ જેટલી નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. સાથોસાથ ૧૫ જેટલી નગરપાલિકાઓમાં પેટા ચૂંટણીઓ યોજવાની તૈયારી રાય ચૂંટણી આયોગ દ્રારા હાથ ધરવામાં આવી છે. ગયા સાહે ચૂંટણી સંદર્ભે સંખ્યાબધં જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યા પછી હવે દરેક નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને નિમણૂકના ઓર્ડર આયોગ દ્રારા કરવામાં આવ્યા છે.જે ૯૪ નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ યોજવાની છે તેમાં સૌરાષ્ટ્ર્ર કચ્છની ૪૩ નગરપાલિકાઓ છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ દુધરેજ લીમડી પોરબંદર જિલ્લામાં રાણાવાવ કુતિયાણા બોટાદ જિલ્લામાં બોટાદ ગઢડા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર જામનગર જિલ્લામાં ધ્રોલ કાલાવડ જામજોધપુર અમરેલી જિલ્લામાં લાઠી ચલાલા રાજુલા જાફરાબાદ અમરેલી સાવરકુંડલા દામનગર દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સલાયા ભાણવડ દ્રારકા મોરબી જિલ્લામાં ટંકારા હળવદ વાંકાનેર માળીયા રાજકોટ જિલ્લામાં જેતપુર નવાગઢ ધોરાજી ઉપલેટા ભાયાવદર જસદણ જુનાગઢ જિલ્લામાં માંગરોળ માણાવદર બાટવા વંથલી ચોરવાડ વિસાવદર ભાવનગર જિલ્લામાં સિહોર તળાજા ગારીયાધાર અને કચ્છ જિલ્લામાં ભચાઉ રાપર નખત્રાણામાં નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની છે.જે નગરપાલિકાઓમાં સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજવાની છે તે તમામ જગ્યાએ પ્રાંત અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરોને ચૂંટણી અધિકારી તરીકે આયોગ દ્રારા નિયુકત કરવામાં આવ્યા છે. મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે જે તે તાલુકાના મામલતદારોને જવાબદારી સોપવામાં આવી છે.
પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ હવે ચૂંટણીનું જાહેરનામું આગામી ડિસેમ્બર માસના બીજા સાહમાં પ્રસિદ્ધ થાય તેવું લાગે છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પેારેશનની ચૂંટણી પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીની સાથે યોજવાના બદલે આગામી વર્ષે યાં નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે તેવી મહેસાણા પોરબંદર મોરબી આણદં સાથે આ ચૂંટણી યોજાઈ તેમ લાગે છે. ૨૭% ઓબીસી અનામત ખાતે રાયમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ યોજાતી હોવાથી વોર્ડ અને બેઠકોની ફાળવણી અગાઉ થઈ ચૂકી છે અને હવે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech