મુન મિશન: ઐતિહાસિક રેકોર્ડ સર્જવા ચંદ્રયાન 4ની તૈયારી

  • June 27, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ ઈસરોએ હવે સંપૂર્ણ ધ્યાન ચંદ્રયાન-4 પર કેન્દ્રિત કર્યું છે અને ચંદ્રયાન-4ના ભાગોને એક નહીં પરંતુ બે લોન્ચમાં ચંદ્ર પર મોકલવામાં આવશે, જો બધું સરખું પાર પડ્યું તો આ રીતે મુન મિશન પાર પાડનારું ભારત પહેલો દેશ હશે.
ચંદ્રયાન 3 ની અપાર સફળતા બાદ હવે ચંદ્રયાન 4ને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ઈસરોએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય અવકાશ એજન્સી પણ આવું કરનાર વિશ્વની પ્રથમ સંસ્થા છે. ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ ઈસરોએ હવે સંપૂર્ણ ધ્યાન ચંદ્રયાન-4 પર કેન્દ્રિત કર્યું છે. ઈસરોચીફ એસ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-4ના ભાગોને એક નહીં પરંતુ બે લોન્ચમાં મોકલવામાં આવશે. આ ભાગોને પહેલા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને પછી અવકાશમાં એસેમ્બલ કરવામાં આવશે. જો આવું થશે તો સંભવત: વિશ્વમાં પહેલીવાર બનશે અને ઈસરો ચંદ્ર પર પહોંચતા પહેલા જ ઈતિહાસ રચી દેશે.
ઈસરોનું મિશન ચંદ્રયાન-4 ખૂબ જ જટિલ અને મહત્વપૂર્ણ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે, લેન્ડરઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને રોવર મોડ્યુલ જાપાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મિશન ઈસરો અને જાપાનના જેક્સા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. વર્ષ 2026 સુધીમાં ચંદ્ર પર મિશન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોએ પહેલેથી જ કહ્યું છે કે, ચંદ્રયાન-4નું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર હશે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન -4 એક જ વારમાં લોન્ચ કરવામાં નહીં આવે, પરંતુ તેના બદલે અવકાશયાનના જુદા જુદા ભાગોને બે પ્રક્ષેપણ દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ચંદ્ર પર જતા પહેલા વાહનને અવકાશમાં જોડવામાં આવશે. આવું એટલા માટે કરવું પડશે કારણ કે ચંદ્રયાન-4ની વહન ક્ષમતા ઈસરોના વર્તમાન સૌથી શક્તિશાળી રોકેટની ક્ષમતા કરતા વધુ હશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં આવું પહેલીવાર થશે
આ પહેલા પણ અનેક એજન્સીઓ દ્વારા વાહનના પાટ્ર્સને જોડવાનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ ઈસરો અને જાપાન દ્વારા આ પ્રયાસ વિશ્વમાં પ્રથમ વખત હશે કારણ કે આ પહેલા કોઈપણ અવકાશયાનને અલગ-અલગ ભાગોમાં લોન્ચ કરવામાં આવશે અને પછી તે ભાગોને અવકાશમાં જોડાશે. આ સિદ્ધિ સાથે ઈસરો ચંદ્ર પર ઉતરતા પહેલા જ ઈતિહાસ રચશે.


ચંદ્રયાન-4નું લક્ષ્ય પૃથ્વી પર સેમ્પલ લાવવાનું

ચંદ્રયાન-4નું ધ્યેય ચંદ્ર પરથી પૃથ્વી પર સેમ્પલ લાવવાનું છે. આ પહેલા ચીને હાલમાં જ આવી સિદ્ધિ મેળવી છે. હવે ઈસરો નો વારો છે. આ માટે ઈસરો અને જાપાની એજન્સી જેક્સા સાથે મળીને કામ કરી રહી છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સોમનાથે કહ્યું, અમે ચંદ્રયાન-4નું માળખું એ રીતે તૈયાર કર્યું છે કે,ચંદ્રમાંથી પૃથ્વી પર નમૂનાઓ કેવી રીતે લાવવા? અમે આને બહુવિધ પ્રક્ષેપણો સાથે કરવાનો પ્રસ્તાવ આપીએ છીએ કારણ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એટલી મજબૂત નથી કે તે એક જ વારમાં કરી શકે. સોમનાથે કહ્યું, તેથી આપણને અવકાશમાં ડોકીંગ ક્ષમતા (અવકાશયાનના વિવિધ ભાગોને જોડવાની) વધારવાની જરૂર છે. અમારી પાસે આ ક્ષમતા દશર્વિવા માટે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું એક મિશન નક્કી કરવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News