આંદોલનકારી ખેડૂતોના પાસપોર્ટ જપ્ત કરવા, વિઝા રદ કરવા તૈયારી

  • February 29, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 15 દિવસથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો એમએસપી સહિત અનેક મુદ્દાઓ પર સરહદ પર આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ હિંસા પણ જોવા મળી હતી.પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો એમએસપી સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હરિયાણા પોલીસ હિંસા અને અરાજકતા ફેલાવનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. પોલીસે પાસપોર્ટ જપ્ત કરવાનો અને ખેડૂતોના આંદોલનમાં ખલેલ પહોંચાડનારા તમામ ખેડૂતોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે.તો બીજી તરફ દિલ્હી કૂચ પર આજે નિર્ણય ખેડૂતો લેશે. જે અંગે કેન્દ્રિય મંત્રીએ કહ્યુ કે ’સરકાર વાતચીત માટે તૈયાર’ છે.
પંજાબના શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓ માટે છેલ્લા 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. બુધવારે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને સંયુક્ત કિસાન મોરચા ની સંયુક્ત બેઠક યોજાઈ હતી. ગુરુવારે દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

શુભકરણના મૃત્યુ કેસમાં પંજાબ પોલીસે પટિયાલાના પાટડાં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. ખેડૂતો અને પરિવારના સભ્યોની સંમતિ બાદ રાત્રે 11 વાગ્યે શુભકરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સવારે મૃતદેહને ખનૌરી બોર્ડર પર લઈ જવામાં આવશે. ત્યાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર: મુંડા

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાર વખત વાતચીત થઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરન્ટી સહિત વિવિધ માંગણીઓ પર ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ છે.
હિંસા ફેલાવનારા ખેડૂતો સામે કાર્યવાહી

બીજી તરફ અંબાલા ડીએસપી જોગીન્દર શમર્એિ કહ્યું કે પોલીસે એવા લોકોની ઓળખ કરી લીધી છે જેઓ ખેડૂતોના આંદોલનના નામે પંજાબથી હરિયાણા આવ્યા હતા અને હિંસા ફેલાવી હતી.તેમણે કહ્યું, અમે સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા તે લોકોની ઓળખ કરી છે. અમે ગૃહ મંત્રાલય અને દૂતાવાસને તેમના પાસપોર્ટ અને વિઝા રદ કરવા વિનંતી કરીએ છીએ. તેમના નામ, ફોટા. અને તેમના સરનામાં પાસપોર્ટ ઓફિસને આપવામાં આવ્યા છે. અમે તેમના પાસપોર્ટ રદ કરવા પર કામ કરી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application