શહેરની મુખ્ય કેનાલ, 49 દિ.પ્લોટ, ખોડીયાર કોલોની, દરેડ, ભીમવાસ, સોનલનગર, દવા બજાર, મોહનનગરથી નવનાલા નદી, નવાગામ ઘેડ સહિતની કેનાલોની સાફ-સફાઇ થઇ: 11 ટીમો દ્વારા કરાઇ રહી છે પ્રિ-મોનસુનની કામગીરી: આગામી દિવસોમાં ચોમાસામાં બીજા રાઉનડમાં પણ સફાઇ કરાશે: મુકેશ વરણવા
જામનગર શહેરમાં ચોમાસાની શઆત પહેલા જ 90 ટકા જેટલી પ્રિ-મોનસુનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, કેટલાક વિસ્તારોમાં આ કામગીરી થયા બાદ ફરીથી કચરો આવતા બીજી વખતની પણ કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરની મુખ્ય કેનાલ, 49 દિ.પ્લોટ, ખોડીયાર કોલોની, દરેડ, ભીમવાસ, સોનલનગર, દવા બજાર, મોહનનગરથી નવનાલા નદી, નવાગામ ઘેડ સહિતની કેનાલોની સાફ-સફાઇ 11 ટીમો દ્વારા કરવામાં આવી રહી છે, કેટલાક વિસ્તારોમાં ફરીથી કચરો આવી જતાં બીજા રાઉન્ડની પણ કામગીરી શ કરી દેવાઇ છે અને ચોમાસાને ઘ્યાનમાં લઇને હજુ પણ સતત કામગીરી કરવામાં આવશે તેમ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં સોલીડ વેસ્ટના મુખ્ય અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું હતું.
પ્રિ-મોનસુનની કામગીરીની શઆતમાં જ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાનીએ સ્ટાફ સાથે કેટલાક વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું અને જરી સુચનો પણ આપ્યા હતાં, ત્યારબાદ મુખ્ય ફીડીંગ કેનાલ, તળાવમાં આવતી દરેડની કેનાલ, ભીમવાસ કેનાલ, સોનલનગર, ખોડીયાર કોલોની કેનાલ, મોહનનગર નવનાલા નદી વિસ્તાર, નવાગામ ઘેડ વિસ્તાર સહિતની કેનાલોની સાફ-સફાઇ થઇ રહી છે.
ખાસ કરીને મોહનનગર વિસ્તારમાં ખુદ કમિશ્નર અને સીટી ઇજનેરે જાતે તપાસ કરીને પ્રિ-મોનસુન કામગીરી અંગે જરી સુચના આપી હતી, ત્યારબાદ પ્રિ-મોનસુન કામગીરી 11 ભાગમાં શ કરી દેવામાં આવી હતી, ગયા વખતે કેટલાક વિસ્તારોમાં કોન્ટ્રાકટરો દ્વારા જેમ તેમ પ્રિ-મોનસુન કામગીરી કરવામાં આવી હતી, આ વખતે એવું ન બને તે માટે સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું છે, જેમાં સોલીડ વેસ્ટ શાખાના અધિકારી કેતન કટેશીયા, ભૂગર્ભ ગટર શાખાના અધિકારી મુકેશ ચાવડા સહિતના અધિકારીઓ અને તેની ટીમ કામ કરી રહી છે.
જો કે અત્યાર સુધીમાં લગભગ 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, ફરિયાદ નિવારવામાં આવી છે, ચોમાસુ હવે સાવ નજીક છે અને અઠવાડીયામાં ચોમાસુ આવે તેવી શકયતા છે ત્યારે આ કામગીરી હજુ વધુ ઝડપી બનાવવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં તો પ્રથમ વખત કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી કચરો આવતા બીજી વખત કામગીરી કરાઇ છે, ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડની કેનાલ પર ખાસ મોનીટરીંગ કરવામાં આવે છે, તળાવમાં આવતું પાણી રોકાય જાય, આ કેનાલ પણ પ્રથમ તબકકામાં સાફ સફાઇ કરી દેવામાં આવી છે.
રંગમતી અને નાગમતીની સફાઇ પણ અવાર નવાર કરવામાં આવે છે અને આ વખતે પણ ખાસ કરીને મોહનનગર નવનાલા નદીની સફાઇ પર ઘ્યાન અપાયું છે, કારણ કે ગયા વખતે મોહનનગર વિસ્તારમાં પાણી ભરાયા હતાં અને લોકોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો જેને ઘ્યાનમાં લઇને આ વખતે ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે, હજુ પણ અમુક વિસ્તારોમાં પ્રિ-મોનસુનની કામગીરી હજુ બાકી છે તે અંગે નગરસેવકોની ફરિયાદો ઉપરથી કેનાલની સાફસફાઇ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech