પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

  • May 07, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સૂન તૈયારીઓના આયોજન બાબતે વિગતવાર સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટર દ્વારા દુરદર્શિતાપૂર્વક તમામ મહત્વના મુદ્દાઓ પર ગંભીર વિચારવિમર્શ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
 બેઠક દરમિયાન આકસ્મિક પ્રાકૃતિક આપત્તિઓના દ્રષ્ટિકોણે તમામ વિભાગોને ભૌતિક અને તંત્રાત્મક પ્રવૃતિ સુનિશ્ર્ચિત કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા તથા દરેક વિભાગે પોતાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી સમયસર અમલમાં મૂકવા, કચેરીઓમાં આવેલા ભોંયતળિયાના રેકોર્ડ ‚મનો રક્ષણાત્મક પુનર્વિચાર કરવા, ભૂમિસ્ખલન અથવા વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં આગમચેતી પગલા ‚પે ભયજનક મકાનો તાત્કાલિક ઉતારી લેવાં, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ આધારે રેસ્ક્યુ ટીમ તથા સર્વે ટીમોની રચના કરવા, પરપ્રાંતીય મજૂરોની વિગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને ફાળવી આપવા સૂચન આપવામાં આવ્યા હતા.
 વધુમાં જીલ્લાના આશ્રયસ્થાનો તથા એન.જી.ઓ.ની યાદી તત્કાલ તૈયાર કરવી, કુદરતી પાણીના વહેણમાં અવરોધ‚પ તત્વો દૂર કરી માર્ગો અવરોધમુક્ત કરવાં, ગત વર્ષના અનુભવના આધારે એક્શન પ્લાન, રેસ્ક્યુ પ્લાન તથા કોમ્યુનિકેશન પ્લાન સુસંગત રીતે વિકસિત કરવાં, નદીનાં કાંઠે વસેલા ગ્રામ વિસ્તારોનું સર્વે કરી સંભવિત જોખમ ધરાવતાં વિસ્તારોની ઓળખ કરવી અને શહેર તથા રાજમાર્ગો પર આવેલા મોટાં હોલ્ડિંગ્સની મજબૂતીની ચકાસણી કરી જ‚રી મરામત કરવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભયજનક વૃક્ષોનું તાત્કાલિક ટ્રિમિંગ કરવું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત તૈયાર કરાયેલ આયોજનની સમીક્ષા કરવી, સ્થળાંતર કેન્દ્રો પર સ્પષ્ટ માહિતી તૈયાર થાય તે અંગેનુ આયોજન કરવુ, ભોજન, નાસ્તા, પીવાનું પાણી વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, તમામ શાળાઓમાં બાળકો માટે અપાતકાલીન સ્થિતિ દરમિયાન કરવાના, ન કરવાના પગલાં બાબતના જાગૃતિ કાર્યક્રમો યોજવા અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો આરંભ કરવો તથા ચોમાસા દરમ્યાન પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા નમૂનાઓ એકત્ર કરવાં અંગે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને ભવિષ્યમાં શક્ય સંભવિત પરિસ્થિતિઓમાં સક્રિય પ્રતિસાદ આપી પાણી ભરાયા હોય અથવા તો અન્ય કુદરતી આફત દરમિયાન ત્વરિત કામગીરી કરવા તાલુકા કક્ષાના અધિકારીઓને સૂચના આપી હતી.  દરેક તબક્કે સંકલિત સમન્વય રહે તે બાબતને  સ્પષ્ટપણે નિર્દેશિત કર્યું હતું.
 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, કુતિયાણા પ્રાંત અધિકારી  નેહા સોજીત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application