જામનગર-દ્વારકામાં ચક્રવાત પહેલા સર્જાયેલી ઉત્તેજના

  • June 12, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા બંદર પર ૯ નંબરનું સિગ્નલ લગાવાયું: દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ સેન્ટર નંબર જાહેર કરાયા: ૧૧૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર: વિવિધ ટીમો કાર્યરત

ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પૂર્વ તકેદારીની કામગીરી કરવામાં આવી રહી છે.
દ્વારકા પીજીવીસીએલ કચેરી દ્વારા ફોલ્ટ સેન્ટર નંબર જાહેર કરવામાં આવ્યા છે. પીજીવીસીએલ કમ્પલેઇન માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩, ૧૯૧૨૨ (૨૪*૭), વોટ્સએપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ છે. તેમજ પીજીવીસીએલ વિભાગીય કચેરીના સબ ડિવિઝન કલ્યાણપુરમાં નાયબ ઇજનેર ૯૯૨૫૨૧૦૦૯૯, જુનિયર ઇજનેર, ૬૩૫૯૯૫૯૮૪૬, જુનિયર ઇજનેર, ૯૦૯૯૯૦૭૯૧૩, ફોલ્ટ સેન્ટર મો.નં. ૬૩૫૯૬૩૬૧૪૨, એસટીડી ૦૨૮૯૧-૨૮૬૭૦૭, ભાટીયા સબ ડિવિઝનના નાયબ ઇજનેર ૯૯૨૫૨૧૬૦૬૩, જુનિયર ઇજનેર ૯૬૮૭૬૪૪૫૧૬, જુનિયર ઇજનેર ૯૯૦૯૯૩૪૫૩૫, ફોલ્ટ સેન્ટર મો. નં. ૯૦૯૯૯૦૭૯૦૮, એસટીડી ૦૨૮૯૧-૨૩૩૨૫૨, દ્વારકા સબ ડિવિઝન નાયબ ઇજનેર ૯૮૭૯૨૦૧૮૪૧, જુનિયર ઇજનેર ૯૦૯૯૯૦૭૯૩૨, જુનિયર ઇજનેર ૯૦૯૯૯૦૭૯૩૪, ફોલ્ટ સેન્ટર મો. નં. ૯૬૮૭૬૩૩૫૬૮, એસટીડી ૦૨૮૯૨-૨૩૪૦૫૪, ઓખા સબ ડિવિઝન નાયબ ઇજનેર ૯૮૭૯૨૦૧૮૫૧, જુનિયર ઇજનેર ૯૯૨૫૨૧૦૧૦૩, જુનિયર ઇજનેર ૯૯૨૫૨૧૦૦૯૨, ફોલ્ટ સેન્ટર મો. નં. ૬૩૫૯૬૩૬૧૪૩, એસટીડી ૦૨૮૯૨-૨૬૨૦૦૬ ઉપર સંપર્ક કરવા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર કચેરીની યાદીમાં જણાવાયું છે.
**
ઓખા બંદર પર ૯ નંબરનું સિગ્નલ લગાવાયું
દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સંભવિત કુદરતી આપદા અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે. સંભવિત વાવાઝોડાના પગલે ઓખા બંદર ઉપર ૯ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
**
૧૧૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર: વિવિધ ટીમો કાર્યરત
વાવાઝોડાની આગાહી સંદર્ભે દ્વારકા જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં લોકોને સંભવિત કુદરતી આપત્તિ અંગે સાવચેત અને અવગત કરવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વધારે અસર થઈ શકે તેવી સંભાવનાના કેટલાક સ્થળો નક્કી કરી, રવિવારે ૧૧૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બીજી તરફ જિલ્લામાં સંભવિત વાવાઝોડા અંગે સંકલન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કોમ્યુનિકેશન, મદદ, રાહત બચાવ કામગીરી થઈ શકે તે માટે કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application