કોઠારીયા મેઈન રોડ પર મયુરપાર્ક સોસાયટી શેરી નં–૧માં રહેતા દફુકુંવર બજરંગસિંહ રાઠોડ નામના ૫૮ વર્ષીય પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસ દોડી જઈ જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. પ્રૌઢા મૂળ રાજસ્થાનના વતની છે. અને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. પ્રૌઢાની મોટી દીકરી ત્રણેક મહિનાથી તેમની સાથે રહે છે. તેમના પતિનું અવસાન થતા તેના વિયોગમાં પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
રિક્ષા હંકારતા વિનય કાચા વ્યાજમાં ફસાતા આપઘાતનો પ્રયાસ કર્યેા
કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા વિનયભાઈ મનહરભાઈ કાચા (ઉ.વ.૩૯) નામના યુવકે ગત સાંજે સાડા સાતેક વાગ્યે સહકાર રોડ પર ગાયત્રીનગરમાં હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે, પૈસાની જરિયાત ઉભી થતા જુદા જુદા વ્યકિતઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા દોઢેક લાખનું દેણું થઇ જવા ઉપરાંત રિક્ષાના હા પણ ચડત થઇ જવાથી આર્થિકભીસમાં આવી પગલું ભરી લીધું હતું. ભકિતનગર પોલીસે હાથ ધરી છે.
માનસિક અસ્વસ્થ પ્રૌઢાએ ઝેરી દવા પી લીધી
જામનગર રોડ પર એકતા સોસાયટીમાં રહેતા ભાનુબેન રાજુભાઈ મહેતા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢાએ ગતરોજ સાંજે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રૌઢા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી છે.
હાથના દુખાવાથી કંટાળી પારડીના કેતનએ ઝેરી પાવડર પીધો
પારડીના શીતળા મંદિર પાસે રહેતા કેતન હીરાભાઈ ભાસ્કર (ઉ.વ.૩૫) નામના યુવકે સાંજે ચારેક વાગ્યે ઘરે ઝેરી પાવડર પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. યુવક સિલ્વર કંપનીમાં કામ કરે છે અને બે ભાઈ બે બહેનમાં મોટો છે. સંતાનમાં એક પુત્રી છે. પોતાને હાથનો દુખાવો કેટલાક સમયથી રહેતો હોઈ જેની દવા પણ ચાલુ હતી. એમ છતાં સાં ન થવાથી પગલું ભરી લીધું હતું.
વિનાયકનગરમાં ચિરાગએ વંદા મારવાની દવા પીઘી
શહેરના ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ પાછળ આવેલા વિનોદનગર શેરી નં–૧૬માં રહેતા ચિરાગ કિશોરભાઈ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવકે સાંજે આઠેક વાગ્યે વંદા મારવાની દવા પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech