ચોટીલામાં ચામુંડા ટાઉનશીપમાં રહેતા કોળી પ્રૌઢ રાત્રે સુતા બાદ તેમનું ઉંઘમાં જ હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.જયારે અન્ય બનાવમાં રાજકોટમાં હાપલીયા પાર્ક અને વેલનાથપાર્કમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત થયાનું રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયું છે.
જાણાવા મળતી વિગતો મુજબ,ચોટીલામાં ચામુંડા ટાઉનશીપમાં રહેતા ભગવાનજીભાઇ લાખાભાઇ દુમાદીયા(ઉ.વ ૫૨) નામના કોળી પ્રૌઢ ઘરે રાત્રે સુતા બાદ સવારે તેમના નિત્યક્રમ મુબજ ન ઉઠતા પરિવારે જગાડવાની કોશિશ કરતા તેઓ કોઇ જવાબ આપતા ન હોય તેમને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતાં.બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યાવહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,પ્રૌઢ ત્રણ ભાઇ બે બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.પ્રૌઢ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.રાત્રીમાં ઉંઘમાં તેમને હૃદય રોગનો તીવ્ર હત્પમલો આવી જવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે.
અન્ય બનાવમાં રાજકોટમાં કોઠારીયા રોડ પર હાપલીયા પાર્ક પાસે બ્યુ સ્કાય બિલ્ડિંગમાં રહેતા ધર્મેશ દિનેશભાઇ દલાલ(ઉ.વ ૩૯) નામના યુવાનને એક માસથી કિડનની બીમારી હોય તેને પ્રથમ રાજકોટ સિવિલ બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.ઘરે આવ્યા બાદ તેની તબીયત બગડતા ફરી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા અહીં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો.તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાન છુટક મજુરીનું કામ કરતો હતો.જયારે અન્ય એક બનાવમાં ખોખડદળ પુલ પાસે વેલનાથ પાર્કમાં રહેતા સંજય પરસોત્તમભાઇ અઘોલા(ઉ.વ ૩૮) નામના યુવાનને પેટમાં પાણી ભરાવવાની બીમારી હોય તેની તબીયત બગડતા તે બેભાન થઇ ગયો હતો.જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech