પત્નીની કેન્સરની સારવાર માટે આવેલા પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

  • September 04, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાના મવા રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં રહેતાં રાજેન્દ્રભાઇ વીનુભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના આધેડ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃતક રાજેન્દ્રભાઇ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં અને બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું, તાલુકા પોલીસસે જરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં ગાંધીગ્રામમાં ન્યુ મહાવીર નગર–૨માં રહેતા સરોજબેન દીપકભાઈ વાળા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢા આજે સવારે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
માળીયા હાટીનાના ભંડુરી ગામે રહેતાં લાખાભાઇ દાનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૩)નામના પ્રૌઢ પત્ની મોતીબેનની કેન્સરની સારવાર માટે રાજકોટ આવ્યા હતા ત્યારે હનુમાન મઢી પાસે આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલએ હતાં ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સિવિલમાં ખસેડાયા હતાં. ત્યાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે પોલીસે જરી કાગળો કર્યા હતા. મૃતક લાખાભાઇ નિવૃત રેલ્વે કર્મચારી હતાં. અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application