શહેરના મવડી ચોકડી ચોકડી પાસે ઓમ નગરમાં રહેતા પ્રૌઢે પોતાના મોત પાછળ પુત્રવધુ, વેવાઈ સહિતનાને સ્યુસાઇડ નોટમાં જવાબદાર ઠેરવી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રા વિગત મુજબ મવડી ચોકડી નજીક રત્નમ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા જેન્તીભાઇ કાનજીભાઈ કારેણા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢે ગત બપોરે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર જેન્તીભાઇએ દવા પીધા પહેલા ચીઠી લખી હતી જેમાં તેમણે સુરત માવતર ધરાવતી અને હાલ ચારેક મહિનાથી રિસામણે રહેલી પુત્રવધુ ભૂમિ અને વેવાઈ પક્ષના લોકોના નામ લખ્યા છેમ, સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, હત્પં જેન્તીલાલ કાનજીભાઈ મારા મોત માટે જવાબદાર પરબત રામસી, હંસા પરબત અને જેન્તી રાજા ખાસ જવાબદાર છે, આ પહેલા પણ મેં દવા પીધી હતી ત્યારે ભગવાનએ મને બચાવી લીધો હતો. તે બધાને મારી જમીન તેની દીકરી અને મારા દીકરા સંદીપની વહત્પ ભૂમિના નામે કરાવી છે, અને ભૂમિને મોકલવી પણ નથી, અહીંથી કાપડ ભરવા ગયા હતા અને ત્યાં રોકાઈને ૧૧ દિવસ પછી બધું ચાલુ કયુ છે. તેનો પિયુષ ૮૪ લાખ હારી જતા હવે જમીન હડપવાની વાતું કરે છે, સંદીપ તું હિત નું અને તારા મમ્મીનું ખાસ અને તમે ગામડે રહેવા ચાલ્યા જાજો, ભૂમિ પણ એટલા જ જવાબદાર છે, સગા વહાલા ભાયું કુટુંબ સંદીપનું ધ્યાન રાખજો અને સંદીપ તું પણ હિંમત ન હારતો, સરકારને નમ્ર આપીલ કે સંદીપ અને ભૂમિના છૂટાછેડા કરાવી આપશો, ભૂમિએ એકનો જેવું તેની બહેનનો લીધો હવે મારો વારો છે, મેઈન પરબત છે...લી, જેન્તીભાઇ કાનજીભાઈ કારેણા, પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,
આપઘાત કરનાર જેન્તીભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતા અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, મૃતકનાભાઇ કરશનભાઇના કહેવા મુજબ અગાઉ પણ જેન્તીભાઇએ ઝેરી દવા પીધી હતી અને ત્યારે સ્યુસાઇડ નોટમાં પુત્રવધુ ભૂમિકા અને તેના પિતા પરબતભાઇ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. પ્રૌઢનામોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech