દેવભૂમિ દ્વારકામાં બાઇક અકસ્માતમાં તરુણનું મૃત્યુ

  • November 20, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઇકચાલકને ઇજા થતા સારવારમાં ખસેડાયો

દ્વારકાના રૂક્ષ્મણી ગેઈટ પાસેથી શનિવારે સાંજના સમયે જી.જે. ૩૭ એફ ૫૪૫૭ નંબરના મોટરસાયકલ લઈને જાહેર જઈ રહેલા ઇનાયત જાફર સુરાણી નામના યુવાને પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા એકાએક ચાલક ઇનાયતએ મોટરસાયકલના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ બાઈક સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા ચૌદ વર્ષના ફરિદ નામના તરુણને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક ઇનાયત સુરાણીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રકરણમાં દ્વારકા પોલીસે હાજીભાઈ અલાનાભાઈ બેતારા (ઉ.વ. ૫૮) ની ફરિયાદ પરથી બાઇક ચાલક ઈનાયત સુરાણી સામે આઈ.પી.સી. કલમ ૨૮૯, ૩૦૪ (અ) ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
મેવાસા આંબરડી ગામમાં પેરાલીસીસના એટેકથી પ્રૌઢનું મોત
જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા એક પ્રૌઢને પેરાલીસીસ નો હુમલો આવતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા ભીખાભાઈ રુડાભાઈ ખેંગારિયા નામના ૫૦ વર્ષના પ્રૌઢને પેરાલીસીસનો હુમલો આવ્યો હોવાથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી સુરેશભાઈ મોહનભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
જામનગરમાં પરપ્રાંતીય મહિલાનું બીમારીમાં પટકાયા પછી મૃત્યુ
જામનગરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય પરણીતા,  તબિયત લથડી હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતી અર્ચનાબેન જીતેન્દ્રસિંગ કુશવાહા નામની ૩૪ વર્ષની મહિલાની એકાએક તબિયત લથડી હતી, તેથી તેણીનેે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી, જયાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
 આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રસિંગ દેવસિંગ કુશવાહાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application